અંબાલાલે તારીખો સાથે કહી દીધું, આ તારીખો લખી લેજો...જાણો જુલાઈમાં વરસાદનું જોર કેવું રહેશે?
Meteorological Department Alert : હાલ દેશભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશથી ગુજરાત સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલ 28 થી 30 જૂન દરમિયાન દેશમાં ચોમાસાનું જોર વધશે. મોડું પડેલું ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગોવામાં મધ્યમ વરસાદ પડશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આગામી 5 દિવસમાં વરસાદ આવશે.
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથના ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં પણ હળવા વરસાદ અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે
11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં 35થી 45 અને 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
27 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 28 જુને પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, 29 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી અને 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ક્યાં-ક્યાં કરાઈ છે ભારે વરસાદની આગાહી?
ખાસ કરીને આજે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં રાજ્યના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પણ મનમુકીને વરસી શકે છે મેઘો. આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆંધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે. જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે. આવતીકાલે રાજ્યના નવસારી, વલસાડ, તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે.
આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે.
Trending Photos