જેના પોસ્ટર લગાવતો હતો હોસ્ટેલમાં તેની સાથે કર્યા લગ્ન, અંતે થયા ડિવોર્સ
અર્જુન રામપાલ (Arjun Rampal) મોડલિગમાંથી ફિલ્મોમાં આવ્યો અને પોતાના ગુડ લુક્સ તેમજ પર્સનાલિટીને કારણે યુવાનોનો ફેવરિટ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના કામને કારણે નહીં પણ પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં છે.
નવી દિલ્હી : અર્જુન રામપાલ (Arjun Rampal) મોડલિગમાંથી ફિલ્મોમાં આવ્યો અને પોતાના ગુડ લુક્સ તેમજ પર્સનાલિટીને કારણે યુવાનોનો ફેવરિટ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના કામને કારણે નહીં પણ પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં છે.
અર્જુને 1998માં મિસ ઇન્ડિયા અને મોડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના 20 વર્ષ પછી ડિવોર્સ લઈ લીધા છે. આ બંનેની બે દીકરીઓ પણ છે. ડિવોર્સ પછી દીકરીઓ માયરા અને મિહિકાની જવાબદારી મેહરને સોંપવામાં આવી છે અને અર્જુન પણ જીવનમાં આગળ વધી ગયો છે. અર્જુન બહુ જલ્દી ગર્લફ્રેન્ડ ગૈબ્રેઅલા સાથે લગ્ન કરી શકે છે. હાલમાં જ ગૈબ્રેઅલાએ અર્જુનના દીકરા અરિકને જન્મ આપ્યો હતો.
અર્જુન રામપાલે જ્યારે મેહર જેસિયા સાથે લગ્ન કર્યા ત્યારે અર્જુન સ્ટ્રગલર હતો જ્યારે મેહર સુપરમોડલ હતી. મળતી માહિતી પ્રમાણે એ સમયે અર્જુન પોતાની હોસ્ટેલ રૂમમાં મેહરનું પોસ્ટર લગાવતો હતો. આખરે તેમને લગ્ન થયા હતા અને હવે ડિવોર્સ પણ થઈ ગયા છે.
અર્જુને ફિલ્મમેકર રાજીવ રાયની પ્યાર, ઇશ્ક ઔર મોહબ્બતથી કરિયરની શરૂઆત કરી હતી પણ તે બોલિવૂડમાં ખાસ સ્થાન નહોતો બનાવી શક્યો. અર્જુને ફિલ્મ દિલ કા રિશ્તામાં ઐશ્વર્યા રાય સાથે કામ કર્યું હતું પણ આમ છતાં સફળતા નહોતી મળી. જોકે તેની રોક ઓન અને હાઉસફુલને પણ સારી એવી સફળતા મળી હતી.
અર્જુન રામપાલની સફળ ફિલ્મોની વાત કરીએ તો ઓમ શાંતિ ઓમમાં તેણે ભજવેલા વિલનના રોલને સારી સફળતા મળી હતી.
ડિવોર્સ પછી બે દીકરીઓની જવાબદારી મેહરને આપવામાંઆવી છે પણ અર્જુન હજી પણ દીકરીઓ સાથે સમય પસાર કરે છે.
(ફોટોસાભાર : इंस्टाग्राम @rampal72)
Trending Photos