Gujarat Weather Forecast: અંબાલાલની આગાહી, હવામાનમાં જોવા મળશે જોરદાર પલટો! કમોસમી વરસાદ ક્યાંક પથારી ન ફેરવે, શું કહે છે હવામાન વિભાગ?

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક આંધી તોફાન છે. તો ક્યાંક ઠંડી શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 5 નવેમ્બર સુધી દેશભરમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. પરંતુ દિવાળી બાદ ઠંડી વધે તેવી સંભાવના છે. 15 નવેમ્બર બાદ સમગ્ર દેશમાં ઠંડીનો પ્રકોપ વધશે. બીજી બાજુ  ગુજરાત રાજ્ય હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું કે આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું  છે. શું કહે છે અંબાલાલ અને પરેશ ગોસ્વામી તે પણ ખાસ જાણો. 
 

રાજ્યમાં ગરમીનો પારો વધ્યો

1/4
image

રાજ્યમાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધતો જોવા મળ્યો છે. આ સ્થિતિ દિવાળી સુધી યથાવત રહેવાથી ગરમી સહન કરવી પડે તેવા સંકેત છે. લોકો દિવસના ગરમી અને રાતે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. શું કહે છે અંબાલાલની આગાહી તે પણ જાણો. 

અંબાલાલની આગાહી

2/4
image

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.      7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે. 

પરેશ ગોસ્વામીની આગાહી

3/4
image

અન્ય આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. 

4/4
image

તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.