Gujarat Weather Forecast: વરસાદનું ખરું જોર હવે જોવા મળશે! આવતી કાલથી આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો, અતિભારે વરસાદની આગાહી
આગાહી કરવામાં આવી છે કે 2 ઓગસ્ટથી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને 2 થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે. 30 થી 40 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે. હવામાન વિશે વધુ માહિતી ખાસ જાણો અને સતર્ક રહો.
આગાહી કરવામાં આવી છે કે 2 ઓગસ્ટથી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને 2 થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવેલું છે. 30 થી 40 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની શક્યતા છે. હવામાન વિશે વધુ માહિતી ખાસ જાણો અને સતર્ક રહો. આગાહીકાર અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણો.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.
આ તારીખોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
2 ઓગસ્ટના ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, 3 થી 4 ઓગસ્ટના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી, અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે વરસાદનું જોર યથાવત રહેશે. તેમણે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ
અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
નદીઓમાં પૂર આવી શકે
અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.
દેશના આ ભાગોમાં વરસાદ પડી શકે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઉભી થાય તો કૃષા પાકોમાં રોગો આવી શકે છે.
ઓગસ્ટમાં વરસાદી ઝાપટા
અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૧-૧૨ ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ આવી શકે છે. તો ૨૩ ઓગસ્ટથી વરસાદી ઝાપટા રાજ્યમાં પડશે. ૨૬ થી ૩૦ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા આવશે.
Trending Photos