કોણ છે એ ગુજરાતી ગાયિકા જેનું ગીત PM મોદીને પણ ખુબ ગમે છે? Photos Viral

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ એક ગુજરાતી ગાયિકાનું ગીત પોતાના ટ્વીટર હેન્ડર પર શેર કર્યું છે. જોત જોતામાં ગણતરીની ક્ષણોમાં લાખો લોકો સુધી પહોંચી ગયું આ ગીત. હિન્દીમાં ગાયેલું આ ગીત એક ભજન છે. અને તેના બોલ છે...શ્રી રામ ઘર આયે....



 

1/7
image

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ગુજરાતની ખુબ જ ફેમસ ગાયિકાનું ભજન સોશિયલ મીડિયામાં શેર કરતાં પીએમ મોદીએ તે ગાયિકાના ખુબ વખાણ પણ કર્યાં છે. ત્યારે જાણીએ કે આખરે કોણ છે એ ગાયિકા જેનું ગીત પ્રધાનમંત્રી મોદીને પણ ખુબ ગમે છે.

2/7
image

પીએમ મોદીએ શ્રી રામ ઘર આયે...ભજન હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છેકે, ખુદ દેશના પ્રધાનમંત્રીએ તેને પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કર્યું છે. જેને કારણે એ ગીતનું મહત્ત્વ વધી જાય છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતમાં કચ્છની કોયલ તરીકે ઓળખાતી પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારીની. 

3/7
image

ગીતા રબારીએ ભજન સ્વરૂપે ગાયેલું શ્રી રામ પર આધારિત આ ગીત હાલ સોશિયલ મીડ઼િયા પર ધૂમ મચાવી રહ્યું છે. હિન્દી ભાષામાં ગવાયેલું આ ભજન 7 મિનિટ અને 43 સેકન્ડ એટલેકે, પોણા આઠ મિનિટ જેટલું લાંબું છે. આ પહેલાં ગીતા રબારીએ ઝી-20 સમિટમાં પણ જબરદસ્ત પર્ફોમન્સ આપીને ધૂમ મચાવી હતી. તેણે પોતાના સુમધુર અવાજ અને આગવી છટાંથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.  

4/7
image

ગીતા રબારીને કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતાનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં 31 ડિસેમ્બર 1996ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ગીતાના પિતાનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ વેંજુબેન રબારી છે.  

5/7
image

ગીતા રબારીને નાનપણથી જ ગાવાનો શોખ હતો. આ કારણે તેના પિતા અવાર નવાર ગીતાને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લઈ જતા હતાં. ત્યાંથી જ ગીતાને ગાવામાં વધુ રસ પડ્યો. ગીતાબેન રબારીએ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ ટપ્પર ગામમાં પૂર્ણ કર્યું. આ પછી તેણે 9 થી 10 નો અભ્યાસ ભીમાસર ગામમાં પૂરો કર્યો.

6/7
image

ગીતા રબારી પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ ગાતી હતી. ગીતાબેને સૌ પ્રથમ તેમની શાળાના એક કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું હતું. પછી તેણે પડોશના ગામમાં એક મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપ્યો અને તે પછી તે પાડોશમાં નાના-નાના કાર્યક્રમોમાં ગાવા લાગી. પછી ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી. 

7/7
image

ગીતા રબારી આજે ગુજરાતની ખુબ જ પ્રસિદ્ધ ગાયિકા છે. તેઓ વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કરે છે. વર્ષ 2023માં પણ ગીતા રબારીએ યુકે સહિત દુનિયાના ઘણાં દેશોમાં કાર્યક્રમો કર્યા હતાં.  આજે તે દેશ-વિદેશમાં પોતાના અવાજથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરે છે. અમદાવાદના જાણીતા ગીતકાર કિંજલ દવે અને ગીતા રબારી બંને ખાસ મિત્રો છે.