Gold Rate Today: હાશ હૈયે ટાઢક થઈ! સસ્તું સોનું લેવાની તક, સોનાના ભાવમાં આજે પણ ઘટાડો, એક તોલાનો લેટેસ્ટ ભાવ જાણો
સોના અને ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. સોનાના વાયદા બજારમાં તો સોનું 80,000 રૂપિયાના સ્તરથી નીચે ઉતરી ગયું છે. શરાફા બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. જો કે મંગળવારે વાયદા બજારમાં બુલિયન્સમાં તેજી જોવા મળી. જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 391 રૂપિયાના કડાકા સાથે 80006 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જે કાલે પાછી તેજી સાથે 80397 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ આજે 549 રૂપિયા તૂટીને 89725ની સપાટી પર પહોંચી ગઈ. જે કાલે વધારા સાથે 90274 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
ગોલ્ડ ફ્યૂચર 207 રૂપિયાની તેજી સાથે 79,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 79,578 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 167 રૂપિયાની તેજી સાથે 90,390 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે કાલે 90,223 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
Trending Photos