સોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવ
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 6 સપ્તાહ અને ચાંદી 4 સપ્તાહના હાઈ પર પહોંચી ગઈ છે. ઘરેલૂ બજારમાં તે 4000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જાણો ઘરેલૂ બજારમાં સોના-ચાંદીનો શું રેટ છે.
Gold Silver Price Today
દિલ્હી સોની બજારમાં સોનું છેલ્લા કારોબારી સત્રમાં 200 રૂપિયાની મજબૂતી સાથે 73310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે. ચાંદીની વાત કરીએ તો તે 350 રૂપિયા વધી 93400 રૂપિયાના સ્તર પર બંધ થઈ છે.
Spot Gold Price
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 6 સપ્તાહના ઉચ્ચ સ્તર પર 2391 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર બંધ થયું છે. ચાંદીની વાત કરીએ તો તે 31.20 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ છે. આ ચાર સપ્તાહનું હાઈ સ્તર છે.
MCX Gold Price
MCX પર ઓગસ્ટ કોન્ટ્રાક્ટવાળું સોનું આ સપ્તાહે 73038 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું છે. પાછલા સપ્તાહે તે 71582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું. આ રીતે સોનામાં 1456 રૂપિયાની મજબૂતી આ સપ્તાહે આવી છે.
MCX Silver Price
MCX પર સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટવાળી ચાંદી 93595 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ. પાછલા સપ્તાહે તે 89540 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી. તેવામાં ચાંદીમાં 4055 રૂપિયા પ્રતિ કિલોગ્રામની તેજી આવી છે.
24 કેરેટ ગોલ્ડનો ભાવ
IBJA એટલે કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 7264 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. 22 કેરેટનો ભાવ 7090 રૂપિયા, 20 કેરેટનો ભાાવ 6465 રૂપિયા, 18 કેરેટનો ભાવ 5884 રૂપિયા અને 14 કેરેટનો ભાવ 4685 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો છે. તેમાં 3% GST અને મેકિંગ ચાર્જ સામેલ નથી. 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 90709 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે.
Trending Photos