7 મિનીટમાં તળેટીથી ગિરનાર પર્વત સુધીની સફરમાં નજારો કેવો દેખાય છે, જોઈ લો એક ક્લિકમાં
માત્ર 7-8 મિનીટની અંદર રોપ-વે દ્વારા ગિરનારના અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. ત્યારે ઝી 24 કલાક તમને રોપ-વેમાંથી ગિરનારનો એક્સક્લુઝિવ નજારો બતાવી રહ્યું છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે ગુજરાતના ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલ એશિયાના સૌથી મોટા રોપ-વેનુ આજે લોકાર્પણ થયું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે દરેક લોકો કાગડોળે રાહ જોઈને બેસ્યા હતા. પર્વત ચઢી ન શકનારા લોકો માટે આ રોપ-વે (Girnar ropeway) બહુ જ ઉપયોગી બની રહેશે, પરંતુ એડવેન્ચરના શોખીનો માટે પણ તેમાં બેસીને 2.3 કિલોમીટરની સફર કરવી ખાસ બની રહેશે. માત્ર 7-8 મિનીટની અંદર રોપ-વે દ્વારા ગિરનારના અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. ત્યારે ઝી 24 કલાક તમને રોપ-વેમાંથી ગિરનારનો એક્સક્લુઝિવ નજારો બતાવી રહ્યું છે.
36 સેકન્ડે ટ્રોલી ઊપડશે
36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે
એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે.
એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓનો ફેરો
રોપવેની ટ્રોલી 7-8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.
400 રૂપિયામાં એડવેન્ચર ટ્રીપ
મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે.
રોપવે માટે 130 કરોડ ખર્ચાયા
50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.
કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે
રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.
25 ટ્રોલી કાર્યરત
પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે
Trending Photos