આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!

Ambalal Patel Cyclone Alert: આગાહીકાર આંબલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. 

1/10
image

બંગાળની ખાડીમા વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમા ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને પવન સાથે થશે. દક્ષિણ ગુજરાતમા અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 60 ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. 27 અને 28 તારીખે સૌથી વધારે વરસાદ આવી શકે છે. ઉ ગુજરાતમા પણ એક ઇંચ સરેરાશ વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, જુનાગઢ અને અમેરલીમાં 1થી4 ઇંચ વરસાદની શક્યતા છે.

2/10
image

આ વર્ષે બંગાળની ખાડીએ એવા એવા તોફાન પેદા કર્યા છે, જેને આખા ગુજરાતની ધમરોળી મૂકી દીધા છે. હાલ ચોમાસું વિદાય તરફ છે, ત્યારે ફરી એકવાર બંગાળની ખાડીમાં ઉભુ થયેલુ તોફાન છેક ગુજરાતને અસર કરશે. બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સાયક્લોન સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી લઈને આવ્યું છે. 

3/10
image

બંગાળની ખાડીમાં ઉભુ થયેલુ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. આ કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં, તે હજુ કરી શકાય તેમ નથી.

4/10
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

5/10
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એસકે દાસે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અનર ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. શીયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે. 

6/10
image

આવતીકાલે 25 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  

7/10
image

દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડશે ધોધમાર વરસાદ. સોમવારે વલસાડના પારડીમાં વરસ્યો સાડા 4 ઈંચ વરસાદ. આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. જેમાં દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ આવશે.  

8/10
image

ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે. જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.  

9/10
image

આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને, ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદના તાપમાનમાં વધારો થશે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના બાકીના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે છે.     

10/10
image

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.