PICS : એર હોસ્ટેસ રહી ચૂકી છે 'બિગ બોસ 12'ની વિનર, વાંચો દીપિકાની સંઘર્ષગાથા
ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમે કલર્સ ટીવી ચેનલ પરના રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ સીઝન 12’ની વિજેતા ટ્રોફી જીતી લીધી છે. શોનાં સંચાલક અને બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ગ્રેન્ડ ફિનાલે એપિસોડમાં શોનાં વિનર તરીકે દીપિકાનું નામ જાહેર કર્યું હતું. 105 દિવસ પહેલાં શો શરૂ થયો હતો ત્યારે 20 સ્પર્ધકો હાઉસમાં દાખલ થયાં હતાં. છેલ્લે, બિગ બોસ હાઉસમાં માત્ર બે જ સ્પર્ધક રહ્યાં હતાં, દીપિકા અને એસ. શ્રીસંત.
મીડિયા રિપોર્ટ પ્રમાણે દીપિકા પોતાની કરિયરની શરૂઆતમાં એરહોસ્ટેસ હતી પણ પછી તેણે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. ટીવી શો 'સસુરાલ સિમર કા'થી તેને સૌથી વધારે લોકપ્રિયતા મળી હતી.
દીપિકાએ 12 વર્ષ પહેલાં તેની કરિયરની શરૂઆત કરી હતી. દીપિકાને સૌથી પહેલાં ટીવી શો 'નીર ભરે તેરે નૈના દેવી'માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળી હતી. આ પછી તેણે 'અગલ જનમ મોહી બિટિયા હી કીજો'માં કામ કર્યું અને તેની ગાડી પુરપાડ દોડવા લાગી.
'અગલ જનમ મોહી બિટિયા હી કીજો' પછી દીપિકાને 'સસુરાલ સિમર કા'માં કામ કરવાની તક મળી અને આ શોથી તેણે આગવી ઓળખ મેળવી. જોકે અહીંથી બિગ બોસ 12 સુધીનો તેનો પ્રવાસ સરળ નહોતો અને એમાં તેણે અનેક ચડાવ ઉતાર જોયા હતા.
'સસુરાલ સિમર કા'ના શૂટિંગ વખતે દીપિકા પરિણીત હતી પણ બહુ ઓછા લોકોને આ વાતની ખબર હતી. જોકે અંગત સમસ્યાને કારણે તેણે પતિ રોનસ સેમસન સાથે ડિવોર્સ લઈ લીધા. આ સિરિયલના સેટ પર તે અને શોએબ ઇબ્રાહિમ એકબીજાની નજીક આવી ગયા. ત્રણ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા પછી આ વર્ષે માર્ચમાં તેમણે લગ્ન કરી લીધા છે.
Trending Photos