બસ, આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ

Cyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રેમલ ટકરાશે તો 120 કિમી ઝડપે પવન ફૂંકાશે, રેમલ વાવાઝોડું આવતીકાલે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

1/7
image

લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું રેલમના ટકરાવાને હવે માત્ર 6 કલાક બાકી છે. પરંતું તે પહેલા તબાહીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડી પર દબાણ બની ગયું છે. રવિવાર સાંજ સુધી રેલમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. 26 મેના રોજ રાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર તટ પર વાવાઝોડાની એન્ટ્રી થશે. જેમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે. 

Cyclone Live Movement In Gujarat

2/7
image

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. (Image :India Meteorological Department) 

શનિવાર સવારથી વાવાઝોડું તીવ્ર બનશે

3/7
image

IMD ની માહિતી અનુસાર, આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. શનિવાર રાત સુધી તે વધુ તીવ્ર થીને એક ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લએશે. તે પશ્ચિમ બંગાળના સાગર અને બાંગ્લાદેશના ખેપુપારાની વચ્ચે ટકરાશે. જ્યાં લેન્ડફોલ થતાંની સાથે ત્યાં ભયંકર તબાહી મચાવશે. (Image :India Meteorological Department) 

વાવાઝોડાની અસર

4/7
image

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, રવિવારે ચક્રવાતના પ્રભાવથી 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. ત્યારે દરિયાઈ વિસ્તારો બંગાળ, ઓરિસ્સા અને પૂર્વોત્તર રાજ્યોમાં તેજ હવા સાથે ભારેથી અતિભારે વરસાદ આવશે. તેને પહેલા આજે શનિવારે દરિયાઈ જિલ્લા અને ઉત્તરીય ઓરિસ્સામાં ભારે વરસાદ આવી શકે છે. IMD એ બુલેટિન જાહેર કરીને ચેતવણી આપી છે. આ સમયે દરિયામાં ઉંચી લહેરો ઉઠશે. (Image :IMD) 

તોફાનનું નામ કોણે રાખ્યું?

5/7
image

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. આ વવાઝોડાની પગલે દેશમા ચોમાસાની પ્રક્રિયાને અસર થઈ શકે છે. 

વાવાઝોડાથી ગુજરાતને થશે અસર

6/7
image

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

અંબાલાલ પટેલની આગાહી

7/7
image

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.