PHOTOS: 40 હજાર માણસોના હાડપિંજરથી બનાવવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ, ખોપડીઓ અને આંગળીઓથી કરાવાઈ છે સજાવટ
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે વિશ્વમાં ઘણી અનોખી વસ્તુઓ જોઈ હશે,પરંતુ શું તમે માનવ હાડપિંજરથી બનેલું ચર્ચ જોયુ છે?.. મનુષ્યએ વિશ્વભરમાં આવી કેટલી અદભૂત ઈમારતો બનાવી છે. 40 હજાર માણસના હાડપિંજરથી કરવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ. જેને માણસની ખોપડીઓ અને આંગળીઓથી સજાવાયું છે. માનવ હાડપિંજરથી સજ્જ આ ચર્ચા વિશ્વભરમાં છે પ્રખ્યાત. માનવ હાડપિંજરની વચ્ચે ચર્ચમાં લોકો પ્રાર્થના કરે છે.
માનવ હાડપિંજરથી સજ્જ આ ચર્ચા વિશ્વભરમાં છે પ્રખ્યાત. કેમ આ ચર્ચમાં માનવ હાડપિંજરને રાખવામાં આવે છે. તેની પાછળની કહાની પણ ખુબ રસપ્રદ છે. જોકે, જે પણ વ્યક્તિ આ ચર્ચની મુલાકાત લે છે તે ચર્ચની અંદરનો નજારો જોઈને ચોક્કસથી ગંભરાઈને પાણી-પાણી થઈ જાય છે.
Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS
તમે વિશ્વમાં ઘણી અનોખી વસ્તુઓ જોઈ હશે,પરંતુ શું તમે માનવ હાડપિંજરથી બનેલું ચર્ચ જોયુ છે?.. મનુષ્યએ વિશ્વભરમાં આવી કેટલી અદભૂત ઈમારતો બનાવી છે. આ મામલામાં ધાર્મિક લોકો પણ પાછળ નથી રહ્યાં. ક્યાંક આશ્ચર્યજનક મંદિરો બનાવવામાં આવ્યા તો ક્યાંક ભવ્ય મસ્જિદ.
આવું જ કંઈક ચેક રિપબ્લિકમાં જોવા મળે છે. અહીં એક ચર્ચનું નિર્માણ 40 હજાર માણસના હાડપિંજરથી કરવામાં આવ્યું છે. ચેક રિપબ્લિકના રોમન કેથલિક ચર્ચનું નામ 'સેડલેક ઔસુએરી’ છે. તે વિશ્વનું સૌથી ભયાનક ચર્ચ છે. આ ચર્ચ માનવ હાડપિંજરથી બનાવવામાં આવ્યુ છે.
Holi Special: ભારતમાં કેવી છે રંગોત્સવની રંગત? જાણો કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેવી રીતે ઉજવાય છે હોળી
આ ચર્ચના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતા હાડકા પ્લેગથી પીડિત લોકોના છે. 15મી શતાબ્દીમાં થયેલા યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના હાડકાને ભેગા કરીને અહીં લગાવવામાં આવેલા છે. ચર્ચને સજાવવા માટે ખોપડીથી લઈને માણસોની આંગળી સુધીનો પણ ઉપયોગ થયો છે. આ ચર્ચમાં લગાવવામાં આવેલા ઝુંમર હાડકાથી બનેલા છે. કેટલાક લોકોને આ ચર્ચામાં આવવાથી ડર લાગે છે. જ્યારે કેટલાક લોકોને અહીં શાંતિ મળે છે.
17મી શતાબ્દીથી લઈને 19મી શતાબ્દી વચ્ચે અહીં મૃત્યુ પામેલા લોકોને દાટવામાં આવ્યા હતા. એના પછી મૃતદેહના હાડકાને આ ચર્ચના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવ્યો.
ચર્ચને આવી રીતે સજાવવા પાછળ એક અનોખી કહાની છે. ઈ.સ 278માં જેરુસલેમની પવિત્ર ધરતીથી અહીં માટી લાવવામાં આવી હતી. તે લોકોની ઈચ્છા હતી તેમના મૃત્યુ પછી તેમને પવિત્ર જગ્યા પર તેમની દફનવિધિ થાય. એટલે તેમને ચર્ચમાં જ દાટવામાં આવ્યા. તેમના હાડકાને હવે આ જગ્યાને સજાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ચર્ચ હોલીવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરિહબિયનના સેટ જેવુ લાગે છે.
Trending Photos