છેલ્લો શો ના કલાકાર ભાવિન રબારીની શાનદાર એન્ટ્રીથી જામનગરમાં જમાવટ, જુઓ તસવીરો

મુસ્તાક દલ, જામનગરઃ હાલમાં જ છેલ્લો શો ફિલ્મને ઓસ્કરમાં એન્ટ્રી મળી છે. ત્યારે આ ફિલ્મ હવે દેશ અને દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે. લોકો આ ફિલ્મની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. એવા સમયે આ ફિલ્મના બાળ કલાકારની જામનગરમાં એન્ટ્રીથી જમાવટ થઈ ગઈ છે. જામનગરમાં આજે રાજવી ઠાઠમાઠ સાથે બાળ કલાકાર ભાવિન રબારી પોતાના ગામમાં પહોંચ્યો હતો. જ્યાં સરઘસ કાઢીને માનસન્માન સાથે ભાવિનની ગામમાં એન્ટ્રી કરવામાં આવી. ઓસ્કર નોમીનેટડ મુવીમાં ભાવિન રબારીએ લીડ રોલ કર્યો છે. કારમાં સવાર થઈ ભાવિન રબારીએ સૌનું સ્વાગત જીલ્યું હતું. વસઈ ગામમાં રબારી સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની તસવીરો જુઓ...
 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image