Cheapest Hill Station: ગરમીનો પારો વધતા જ ફરવાનું યાદ આવ્યું, એકદમ સસ્તામાં કરો આ 5 હિલ સ્ટેશનની મુસાફરી
Cheapest Hill Station: વાતાવરણમાં ભારે ગરમી જોવા મળી રહી છે અને ઘણા લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. આજે અમે તમને 5 એવા હિલ સ્ટેશન વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે 5 હજાર રૂપિયાથી પણ ઓછા ખર્ચામાં સરળતાથી ફરી શકો છો. આવો જાણીએ આ હિલ સ્ટેશન કયા છે.
મેક્લોડગંજ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના મેક્લોડગંજ ઉંચા-ઉંચા વૃક્ષો, તિબેટીયન રંગમાં રંગાયેલા ઘર અને દૂર સુધી ફેલાયેલી એકદમ શાંતિના કારણે ખુબજ પ્રસિધ છે. દલાઈ લામાનું આવાસ પણ આ જગ્યા પર છે. જેમના દર્શન માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ જિલ્લામાં પહોંચે છે. મેક્લોડગંજમાં નામગ્યાલ મઠ, ભાગસૂ જલપ્રપાત, ત્સુગલગખાંગ, ત્રિઉંડ, ધર્મશાળા અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ જેવી ઘણી જગ્યાઓ પર ફરી શકાય છે. દિલ્હીથી મેક્લોડગંજનું અંતર લગભગ 500 કિલોમીટર છે. ત્યાં તમે તમારી ગાડી લઈને અથવા ટ્રેન અને બસથી પણ જઈ શકો છો. દિલ્હીથી ટ્રેન પઠાનકોટ સુધી જાય છે અને ત્યાંથી આગળ તમારે બસમાં જવું પડશે. ઓફ સીઝનમાં ત્યાં 800-1000 રૂપિયા અને સીઝનમાં 1000-1500 રૂપિયામાં સરળતાથી રૂમ મળી શકે છે.
રાણીખેત, ઉત્તરાખંડ
દિલ્હીથી રાણીખેતનું અંતર લગભગ 350 કિલોમીટર છે. તમે 8-9 કલાક સુધી ડ્રાઈવિંગ કરી ત્યાં પહોંચી શકો છો. ત્યાં તમે ટ્રેકિંગ, સાયકલિંગ, નેચર વોક અને કેમ્પિંગ જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો. તમે ત્યાં ચૌબટિયા બાગ, નૌકુચિયાચાલી જેવી ઘણી સુંદર જગ્યાઓ પર ફરી શકો છો. રાણીખેત, ઉત્તરાખંડના કુમાઉંમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે. ઓફ સીઝનમાં ત્યાં 700-800 અને પીક સીઝનમાં 1000-1500 રૂપિયાના ભાડામાં રૂમ મળી શકે છે.
મસુરી, દેહરાદુન
દિલ્હીથી મસુરીનું અંતર 279 કિલોમીટર છે. ત્યાં મસુરી લેક, કેમ્પ્ટી ધોધ, દેવ ભૂમિ વેક્સ મ્યુઝિમય, ઘનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઇસ્ટ ચર્ચ, ભટ્ટા ધોધ, મોસી ધોધ, ગન હિલ, લાલ ટિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત નેચર રિઝર્વ જેવી ઘણી ફરવાલાય જગ્યાઓ છે. જો તમે મસુરી ફરવા જવા માંગો છો તો દિલ્હીથી દેહરાદુન સુધી ટ્રેન અને ત્યાંથી બસ દ્વારા મસુરી પહોંચી શકો છો. મસુરીમાં ફરવા માટે 1200-1500 રૂપિયામાં રૂમ મળી શકે છે. ત્યારે ઓફ સીઝનમાં 800-900 રૂપિયામાં રૂમ મળી શકે છે.
અલ્મોડા, ઉત્તરાખંડ
અલ્મોડામાં તમે ચિતઈ મંદિર, ઝીરો પોઇન્ટ, કટારમલ સૂર્ય મંદિર સાથે ઘણી બધી ખાસ જગ્યાઓ પર ફરી શકો છો. તમે ત્યાં ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, હેરિટેજ વ્યૂઈંગ વગેરે કરી શકો છો. દિલ્હીથી લગભગ 370 કિલોમીટર દૂર છે. જ્યાં 9 કલાકમાં પહોંચી શકાય છે. અલમોડા સુધી જવા માટે તમારે દિલ્હીથી કાઠગોદામ સુધી ટ્રેનમાં જવું પડશે ત્યારબાદ બસમાં બેસીને અલ્મોડા પહોંચવું પડશે. ત્યાં રોકાવવા માટે 800-1000 રૂપિયામાં સરળતાથી રૂમ મળી શકે છે.
કસોલ, હિમાચલ પ્રદેશ
દિલ્હીથી કસોલાનું અંતર લગભગ 536 કિલોમીટર છે. જેની યાત્રામાં 11-12 કલાકનો સમય લાગી શકે છે. કસોલ હિમાચલ પ્રદેશનું સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં ઓફ સીઝનમાં 700-800 અને પીક સીઝનમાં 1000-1500 રૂપિયામાં રૂમ મળી શકે છે. ત્યાં તમે મણિકરણ ગુરૂદ્વારા, ખીરગંગા, મલાણા, જિમ મોરિસન કેફે વગેરે જગ્યાઓ પર ફરી શકો છો. જો તમે પણ કસોલ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો દિલ્હીથી કુલ્લુ જતી બસમાં બેસવું પડશે. ત્યારબાદ કુલ્લુથી કસોલ જતી બસમાં બેસવું પડશે. કસોલમાં તમે નેચરને નજીકથી જોવા ઉપરાંત ટ્રેકિંગ અને આઉટિંગની પણ મજા ઉઠાવી શકો છો.
Trending Photos