Photos: દરેક વ્યક્તિમાં હોવી જોઈએ 'કૂતરાઓની' આ 8 આદતો, જીવનમાં આવી જશે ખુશી, ખુદ ચાણક્યએ જણાવ્યું રહસ્ય
Chanakya Niti on dogs habits in Gujarati: આચાર્ય ચાણક્ય ભારત જ નહીં, વિશ્વના સૌથી મોટા દાર્શનિક અને કૂટનીતિજ્ઞ માનવામાં આવે છે. તેમણે આશરે 3 હજાર વર્ષ પહેલા ચાણક્ય નીતિ પર પુસ્તક લખ્યું હતું. તેમાં લખેલી વાતો આજે પણ લોકો માટે પ્રાસંગિક છે. તેમણે આ પુષ્તકમાં મનુષ્યને કૂતરાઓની 7 આદતોને ગ્રહણ કરવા કહ્યું હતું. ચાણક્ય અનુસાર જો મનુષ્ય આ આદતોને આત્મસાત કરી લે તો તે પોતાના જીવનને સારૂ અને ખુશ બનાવી શકે છે.
જિજ્ઞાસુ પ્રવૃત્તિ
કૂતરા દરે નવી વસ્તુ શીખવા અને તેના વિશે જાણવા ઉત્સુક રહે છે. જ્યાં સુધી તે નવી વસ્તુ વિશે સારી રીતે જાણી ન લે, ચેનથી બેસતા નથી. આ રીતે મનુષ્યઓએ જિજ્ઞાસુ પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમણે નવી વસ્તુ જાણવા અને શીખવામાં જિજ્ઞાસા રાખવી જોઈએ. તેનાથી તેના વિકાસને ગતિ મળે છે.
વફાદારી
કૂતરા પોતાના માલિકો માટે વફાદાર હોય છે. તે પોતાના માલિક માટે જીવ પણ આવી શકે છે અને બીજાનો જીવ પણ લઈ શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યએ આ આદત અપનાવવી જોઈએ. તેમણે જીવનમાં કામ, સંબંધો વગેરેમાં વફાદાર અને નિષ્ઠાવાન હોવું જોઈએ.
ખુશી અને ઉત્સાહ
ચાણક્ય પ્રમાણે કૂતરા દરેક નાની-નાની વસ્તુમાં ખુશી અને ઉત્સાહ દેખાડે છે. તે કોઈપણ નવી વસ્તુ કે ઘરે આવેલા નવા મહેમાનને જોઈ ખુશ થઈ જાય છે. આ રીતે મનુષ્યઓેએ પણ દરેક સમયે મુશ્કેલીથી રડવાની જગ્યાએ જીવનમાં મળનારી નાની-નાની ખુશીઓનો આનંદ લેવો જોઈએ.
હંમેશા રહો નિડર
ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે કૂતરો નિર્ભય પ્રાણી છે. તેના માસ્ટરને મુશ્કેલીમાં જોઈને, તે તેના કરતા વધુ ખતરનાક પ્રાણીઓ સાથે પણ લડે છે. ભલે તેનું પરિણામ તેનું મૃત્યુ હોય. મનુષ્યે પણ પોતાની અંદર આ ટેવ કેળવવી જોઈએ અને મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ.
નીંદરમાં પણ સતર્ક
આચાર્ય ચાણક્ય પ્રમાણે કૂતરા ખુબ સતર્કતા સાથે ઊંઘે છે. જરા અવાજ થાય તો તે જાગી જાય છે. મનુષ્યોએ આ રીતે સતર્ક રહેવું જોઈએ. જરાક કંઈ થાય તો તેણે એલર્ટ થઈ જવું જોઈએ. આ સતર્કતા દુશ્મનથી પણ હોઈ શકે છે.
સંયમ દેખાડવો
કૂતરાનો સ્વભાવ ખુબ સંયમી માનવામાં આવે છે. તે માત્ર ભૂખ લાગવા પર ખાય છે અને બિનજરૂરી કોઈ વસ્તુમાં મોઢું મારતું નથી. આ રીતે મનુષ્યોએ પણ ભોજનમાં જે વસ્તુ મળે, તેને હાથ જોડી ગ્રહણ કરવી જોઈએ અને ભૂખ વગરના ભોજન પાછળ ન ભાગવું જોઈએ.
રમતિયાળ સ્વભાવ
ચાણક્ય નીતિ પ્રમાણે કૂતરાનો સ્વભાવ રમતીયાળ પ્રવૃત્તિનો હોય છે. એટલે કે તે ખેલકૂદમાં ખુબ આનંદ લે છે. આમ કરવાથી તે ફિટ અને ખુશ રહે છે. ચાણક્ય કહે છે કે મનુષ્યઓ પણ ખેલકૂદ સાથે પોતાનો નાતો જોડવો જોઈએ. આમ કરવાથી તે બીમારીઓથી બચેલા રહે છે.
સહાનુભૂતિ
ચાણક્ય કહે છે કે કૂતરા ખુબ સંવેદનશીલ હોય છે. તે પોતાના માલિકોની ભાવનાઓ તત્કાલ સમજી જાય છે. જો સ્વામી સંકટમાં હોય તો તે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જુસ્સો વધારે છે. આ સ્વભાવ મનુષ્યોએ ગ્રહણ કરવો જોઈએ. તેમણે બીજાની ભાવનાને સમજી સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ.
Trending Photos