Celebs Birthday Today: આજે ફિલ્મી દુનિયાના આ સિતારાઓનો જન્મદિવસ, એકને તો કરોડો ચાહકો કરી રહ્યાં છે મિસ...

મુંબઈઃ આજે છે 23 ઓગસ્ટ એટલે કે અનેક ઈન્ડિયન સેલેબ્સનો જન્મદિવસ. જેમાં સમાવેશ થાય છે વાણી કપૂર, સાયરા બાનુ, ભૂમિ ત્રિવેદી, ગૌહર ખાન અને કેકે. કેકેના મૃત્યુ પછી તેમનો આ પહેલો જન્મદિવસ છે.

 

 

ગૌહર ખાન

1/5
image

રિયાલિટી શો હોય, ફિલ્મો હોય કે ઓટીટી પ્લેટફોર્મ દરેક જગ્યાએ પોતાની અદાઓના કામણ પાથરનારી ગૌહર ખાનનો આજે જન્મદિવસ છે.મોડેલિંગથી કરિયરની શરૂઆત કરનાર ગૌહર ખાન ચાહકોની માનીતી છે.  

ભૂમિ ત્રિવેદી

2/5
image

ગુજરાતની શાન અને  બોલીવુડની જાન ભૂમિ ત્રિવેદીનો પણ આજે જન્મદિવસ છે. બોલીવુડમાં ગીતો ગાઈને પોતાની ઓળખ બનાવનાર ભૂમિ ત્રિવેદી સૌની માનીતી છે. ખાસ કરીને તેના સ્ટેજ શોઝને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

(તસવીર સૌજન્યઃ Instagram)

કેકે

3/5
image

આ પહેલો એવો જન્મદિવસ છે જ્યારે કેકે તેમના ચાહકો વચ્ચે આ દુનિયામાં નથી. 31 મેના દિવસે અચાનક જ કેકેનું નિધન થયું છે, જેને ચાહકો આજ સુધી પચાવી નથી શક્યા. પોતાના ગીતોથી કેકે ચાહકો વચ્ચે આજે પણ અમર થઈ ગયા છે. જેમને ચાહકો ખૂબ જ મિસ કરી રહ્યા છે.

સાયરા બાનુ

4/5
image

આ નામથી તો કોણ અજાણ હોય? ટ્રેજેડી કિંગનો જિંદગીના દરેક પડાવ પર સાથ દેનાર સાયરા બાનુનો આજે જન્મદિવસ છે. આજે પણ તેઓ તેમના સાહેબની યાદોના સહારે જીવી રહ્યા છે. હિંદી સિનેમામાં યાદગાર પર્ફોમન્સ આપનાર સાયરા બાનુને આજે પણ ચાહકો એટલા જ ચાહે છે.

વાણી કપૂર

5/5
image

નશા જેવી ચડી જતી બોલીવુડની બોલ્ડ બાળા વાણી કપૂરનો આજે જન્મદિવસ છે. વાણી તેની અદાઓ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેના 6 મિલિયન ફોલોર્સ છે. છેલ્લે વાણી રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં દમદાર રોલમાં જોવા મળી હતી.