નવું ઘર ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરજો આ 5 દસ્તાવેજ, નહીં તો પાછળથી પડી શકે છે ડખો
નવી દિલ્લીઃ લોકોને પોતાનું ઘર ખરીદવું એ એક સ્વપ્ન હોય છે. કેટલાક લોકો પોતાનું ઘર બનાવવા માટે આખા જીવની મહેનત લગાડતા હોય છે. જો તમે પણ કોઈ પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. નવી પ્રોપર્ટી ખરીદતા સમયે કેટલિકા વાતોનું ધ્યાન રાખવું પડશે. ઘણી વખતે સામાન્ય ભૂલના કારણે લોકો ફ્રોડનો શિકાર થતા હોય છે. એક આંકડા મુજબ દેશના કોર્ટમાં સાડા 4 કરોડ કેસ પેન્ડિંગ છે, જેમાં મોટી સંખ્યામાં પ્રોપર્ટીથી જોડાયેલા કેસ પણ સામેલ છે. ઘર ખરીદતા સમયે કેટલિક સાવધાનીઓ રાખવી જરૂરી છે, જેને ધ્યાનમાં રાખશો તો ઘણી મુશ્કેલીથી બચી શકાશે..
પ્રોજેક્ટ રેગ્યુલેટરની સીમામાં આવે છે કે નહીં
પ્રોપર્ટી ખરીદતા પહેલા આ વાતની તપાસ કરવી જોઈએ કે, તમે જે જમીન અથવા ઘર ખરીદી રહ્યા છો, તે કોઈ રેગ્યુલર એથોરિટીની હદમાં આવે છે અથવા નહી. એટલે પ્રોપર્ટી કોર્પોરેશન, નગરપાલિકા સહિતની એથોરિટીની હદમાં આવે છે કે નહી.
એપ્રુવલ અને લાઈસેન્સ
તમને આ પણ જાણવાનું રહેશે કે,જ્યાં તમે પોતાના સપનાનું ઘર ખરીદી રહ્યા છો, ત્યાં સંબંધિત એથોરિટીએ તમામ એપ્રુવલ અને ક્લિયરન્સ આપ્યા છે?. સાથે જ તમારે એ પણ તપાસ કરવાની રહેશે કે, બિલ્ડરની પાસે પ્રોજેક્ટ માટે તમામ દસ્તાવેજ, ટાઈટલ ડીડ, રિલીઝ સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ, ફાયર એપ્રુવલ છે કે નહી?. મકાન ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજ ચેક કરવાના રહેશે. સાથે જ તમને જમીનના દસ્તાવેર વેરિફિકેશન અને RERA સર્ટિફિકેશન પણ તપાસ કરવાનું રહેશે.
કમેસમેન્ટ સર્ટિફિકેટ
જ્યારે તમે કોઈ ડેવલપરથી નિર્માણાધીન જમીન ખરીદો ત્યારે કન્સ્ટ્રક્શન ક્લિયરેન્સ સર્ટિફિકેટ પણ હોવું ખૂબ જરૂરી છે. આ કોઈ બિલ્ડરનો ફ્લેટ, જમીન અથવા મકાન હોઈ શકે છે. આ સર્ટિફિકેટમાં સ્થાનિક અધિકારીઓ પાસેથી લેવાયેલી મંજૂરી, લાઈસેન્સ અને મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ થવાના પ્રમાણપત્ર હોય છે.
ઈન્ફાસ્ટ્રક્ચર પ્લાન
મેટ્રો કનેક્ટિવિટી અથવા કોઈ મોટા પ્રોજેક્ટની પાસે જો તમે ઈન્વેસ્ટ કરતા હોવો તો તમામ પ્રોપર્ટીના ભાવ ભવિષ્યમા વધવાની વધુ આસા છે. અને આ પ્રોપર્ટીથી તમને સારુ રિટર્ન પણ મળી શકે છે. સાથે જ તમારે પ્રોપર્ટીની પાસે કોઈ ગંદકી ફેલાવતી ઈન્ડસ્ટ્રી વિશે પણ તપાસ કરવાની રહેશે. આ ઉપરાંત પ્રોપર્ટીની પાસે સ્કૂલ, હોસ્પિટલ સહિતની સુવિધાઓ વિશે પણ તપાસ કરવી જોઈએ.
કબજો અથવા OC પ્રમાણપત્ર
આ સર્ટિફિકેટ પ્રોજેક્ટ નિર્માણ પૂર્ણ થયા બાદ સ્થાનિક અધિકારીઓ પાસેથી આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ મુજબ નિર્માણ કરેલી પ્રોપર્ટી કોઈ પણ કાયદાકીય નિયમનું ઉલ્લંઘન કરતી નથી. જેમા પાણી, ગટર અને વીજ કનેક્શન સાથે જોડાયેલી માહિતી હોય છે.
Trending Photos