24 કલાક બાદ આ જાતકોના સિતારા ચમકશે, ગુરૂના નક્ષત્રમાં બુધનો પ્રવેશ, ધનલાભનો યોગ
જ્યોતિષીય ગણના અનુસાર બુધ ગ્રહ 22 ફેબ્રુઆરીએ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધ દેવ શતભિષાથી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધના નક્ષત્ર પરિવર્તનથી કેટલાક જાતકોના અચ્છે દિન આવશે.
ક્યારે થશે બુધનું નક્ષત્ર પરિવર્તન
જ્યોતિષીય ગણનાઓ અનુસાર 22 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ ગુરૂના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરશે. બુધને બુદ્ધિ, જ્ઞાન અને કરિયરનો કારક માનવામાં આવે છે. તેથી તેની ચાલમાં ફેરફાર મહત્વપૂર્ણ છે. જ્યારે બુધ ગુરૂના નક્ષત્રમાં પ્રવેશ કરશે તો કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.
4 રાશિના જાતકો માટે ખાસ
ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં આ રાશિના જાતકોને કરિયર અને પારિવારિક જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તેવામાં આવો જાણીએ બુધના નક્ષત્ર પરિવર્તનથી કઈ 4 રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
મેષ રાશિ
બુધનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. વેપારીઓને મોટી ડીલ મળવાની સંભાવના છે. નોકરી કરનાર લોકોને નવી જવાબદારી મળી શકે છે. પારિવારિક જીવનમાં મોટા ભાઈ-બહેનનો સહયોગ મળશે. વિદેશમાં અભ્યાસ કે કારોબાર કરનાર લોકોને સફળતા મળી શકે છે.
મિથુન રાશિ
બુધ મિથુન રાશિના સ્વામી છે, તેથી આ ગોચર તમારા માટે શુભ રહેશે. ભાગ્યનો સાથ મળશે અને અટવાયેલા કામ પૂરા થશે. ધાર્મિક ગતિવિધિઓમાં રૂચિ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ગુરૂજનોનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખદ અનુભવ થશે.
સિંહ રાશિ
આ ગોચરનો પ્રભાવ સિંહ રાશિના જાતકો પર સકારાત્મક પડશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશે. પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલા લોકો પોતાની વાણીથી બીજાને પ્રભાવિત કરશે. પિતાનો સહયોગ મળશે અને કોઈ મોટી ખુશખબર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પરિણામ અનુકૂળ રહેશે.
કુંભ રાશિ
બુધનું આ ગોચર કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં નવી સંભાવનાઓ લાવશે. કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન મળશે. માનસિક રૂપતી મજબૂત અનુભવ થશે અને યોગ્ય નિર્ણય લઈ શકશો. પારિવારિક જીવનમાં સુખદ સમાચાર પ્રાપ્ત થશે. પરિણીત લોકો માટે સમય અનુકૂળ રહેશે.
ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos