12 મહિના બાદ બુધ કરશે ગુરૂના ઘરમાં પ્રવેશ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Budh Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર થશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેને આ દરમિયાન ખુબ લાભ મળશે.

બુધ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે પોતાની ઉચ્ચ અને નીચ રાશિમાં ભ્રમણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમે જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં બુધ ગ્રહ પોતાની નીચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. તેવામાં ગ્રહોના રાજકુમારના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને કરિયર અને કારોબારમાં લાભ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

2/5
image

તમારા માટે બુધ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર ગોચર કરશે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. આનંદ અને સ્થિરતાનો સમય આવશે. પારિવારિક જીવનમાં સુધાર થશે, જેનાથી ખુશીઓનું આગમન થશે. આ સમયે તમને રોકાણ કરવાથી લાભ થશે. તો જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છે છે તેના માટે સમય અનુકૂળ છે.

મિથુન રાશિ

3/5
image

બુધ ગ્રહનું ગોચર મિથુન રાશિના જાતકો માટે લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન કામ-ધંધામાં તમારી પ્રગતિ થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વેપારીઓના વેપારમાં વધારો થશે. આવકમાં વધારા થવાનો યોગ બની રહ્યો છે. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સાથે નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.

કુંભ રાશિ

4/5
image

તમારા લોકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી સ્થાન પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે પારિવારિક જીવનમાં સુધાર થશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. વ્યક્તિગત અને પ્રોફેશનલ ક્ષેત્રમાં લાભ થશે. આ સમયે તમારી આવક વધશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. સાથે તમારી કમ્યુનિકેશન સ્કિલમાં સુધાર થશે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.