મળી ગયું ઈસુ ખ્રિસ્તના બાળપણનું ઘર, બ્રિટિશ સંશોધકે કર્યો મોટો દાવો

એક બ્રિટિશ પુરાતત્વવિદે ઈઝરાયેલના નજારેથ (Nazareth) માં ખોદકામ દરમિયાન ઈસુ ખ્રિસ્ત (Jesus Christ) ના બાળપણનું ઘર મળ્યાનો દાવો કર્યો છે. પુરાતત્ત્વવિદે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે, ઈઝરાયેલમાં સિસ્ટર્સ ઓફ નજોરેથ કોન્વેન્ટના ખોદકામ દરમિયાન જે ઘર મળ્યું છે, તે ઈસા મસીહના બાળપણનુ ઘર છે. શોધકર્તાઓએ (British Archaeologist) જણાવ્યું કે, યેશુના પિતા જોસેફે આ ઘર બનાવ્યું હતું. 

ઝી મીડિયા/બ્યૂરો :એક બ્રિટિશ પુરાતત્વવિદે ઈઝરાયેલના નજારેથ (Nazareth) માં ખોદકામ દરમિયાન ઈસુ ખ્રિસ્ત (Jesus Christ) ના બાળપણનું ઘર મળ્યાનો દાવો કર્યો છે. પુરાતત્ત્વવિદે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે, ઈઝરાયેલમાં સિસ્ટર્સ ઓફ નજોરેથ કોન્વેન્ટના ખોદકામ દરમિયાન જે ઘર મળ્યું છે, તે ઈસા મસીહના બાળપણનુ ઘર છે. શોધકર્તાઓએ (British Archaeologist) જણાવ્યું કે, યેશુના પિતા જોસેફે આ ઘર બનાવ્યું હતું. 
 

ઈઝરાયેલમાં છે આ ઘર

1/6
image

બ્રિટનમાં બર્કશાયરમાં સ્થિત રીડિંગ યુનિવર્સિટીના પુરાતત્વવિદ પ્રોફેસર કેશ ડાર્કે દાવો કર્યો છે કે, ઈઝરાયેલમાં નજારેથ કોન્વેન્ટના નન (સિસ્ટર્સ) માટે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તના બાળપણનું ઘર મળ્યું છે. 

14 વર્ષથી ચાલી રહ્યું છે રિસર્ચ

2/6
image

ડેઈલી મેલના અનુસાર, કેન ડાર્કે ઈઝરાયેલના નજારેથમાં નજારેથ કોન્વેન્ટની નન (સિસ્ટર્સ) ના પહેલી શતાબ્દીના આવાસના અવશેષોનું રિસર્ચ કરવામાં 14 વર્ષ વિતાવ્યા છે. 

ઈસુના પિતાએ બનાવ્યું હતું ઘર

3/6
image

પત્થર અને ચૂનાના ગારાથી બનાવાયેલું આ ઘર પહેલીવાર 1880માં ખોલવામાં આવ્યું હતું. તેને આંશિક રૂપથી એક ચૂનાના પત્થરની પહાડીને કાપીને બનાવવામાં આવ્યું હતું, જે ઈસુના પિતા જોસેફે બનાવ્યું હતું. 

1930થી કામ ચાલુ હતું

4/6
image

જે નનોની પાસે આ કોન્વેરન્ટનું સ્વામિત્વ હતું, તેઓએ 1930માં આ વિશ્વાસ સાથે તેનુ ખોદકામ કરાવ્યું હતું કે અહી ઈસુનું બાળપણનું ઘર હતું. તેમના આ વિચાર 1888 માં એક પ્રસિદ્ધ બાઈબલ વિદ્વાન વિક્ટર ગુડરિનના દાવા પર આધારિત હતું. પરંતુ તેનુ પ્રમાણ ક્યારેય ન મળ્યું. 

2006 માં કેન ડાર્કે પ્રોજેક્ટ શરૂ કર્યો

5/6
image

આ જગ્યા પર વર્ષ 1936 અને 1964 ની વચ્ચે અનેકવાર ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના બાદ તેને વિદ્વાનો દ્વારા લગભગ ભૂલાઈ દેવાયું હતું. આ દરમિયાન કોઈ વિદ્વાને તેમા રસ ન દાખવ્યો. તેના બાદ પ્રોફેસર કેન ડાર્કે વર્ષ 2008માં પોતાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

કેવી રીતે માલૂમ પડ્યું કે આ ઈસુનું જ ઘર છે

6/6
image

પ્રોફેસર કેન ડાર્કે 2015માં ખોદકામ સ્થળના પ્રારંભિક નિષ્કર્ષોના આધાર પર એક લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં તે ઘરને મેરી અને જોસેફના ઘરના રૂપમાં ઓળખ આપી છે. તેના બાદ વિશ્લેષકો પાસેથી પણ તેની પુષ્ટિ થઈ કે, પહેલી શતાબ્દીનું આ ઘર છે. જે આ દાવાને મજબૂત કરે છે. હકીકતમા આ ઈસુનુ ઘર છે. પ્રોફેસરે જણાવ્યું કે, ફીલ્ડવર્ક ડેટા પર પાંચ વર્ષ શોધ કર્યા બાદ પહેલી સદીનું ઘર અને ચોથી-પાંચમી સદીના ચર્ચ માટે મજબૂત પુરાવા મળ્યા છે.