બ્રિગેડિયર લિડ્ડરને પત્ની અને પુત્રીએ આપી અંતિમ વિદાય, તસવીરો જોઈને તમે પણ રડી પડશો

શહીદ બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરને ભીની આંખે અંતિમ વિદાય અપાઈ. 

Brigadier LS Lidder: તમિલનાડુમાં કુન્નૂર પાસે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં  બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડર શહીદ થઈ ગયા. આજે સવારે દિલ્હીમાં બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કાર વખતે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર હાજર રહ્યા. શહીદ બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરને ભીની આંખે અંતિમ વિદાય અપાઈ. 

ભીની આંખે અંતિમ વિદાય

1/5
image

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલા બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરના આજે સવારે દિલ્હીમાં બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમને અંતિમ વિદાય આપવા માટે અનેક વીવીઆઈપી અને અન્ય લોકો પહોંચ્યા હતા. (તસવીર- સાભાર એએનઆઈ)

ચોધાર આંસુએ રડી રહ્યા હતા પત્ની અને પુત્રી

2/5
image

બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરના શહીદ થયા બાદથી તેમના પત્ની અને પુત્રીના આંસુ સુકાતા નથી. તેમની પુત્રીએ કહ્યું કે મારા પિતા ખુબ સારા પિતા હતા. તેઓ મારા સૌથી મોટા મોટિવેટર હતા. તેઓ મારી દરેક વાત માનતા હતા. (તસવીર- સાભાર એએનઆઈ)

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા બ્રિગેડિયર એલ એસ લિડ્ડર

3/5
image

ગત 8 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર એલ એસ લિડ્ડર શહીદ થયા હતા. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા અને સેનાના અન્ય અધિકારીઓ સવાર હતા. (તસવીર- સાભાર એએનઆઈ) 

બ્રિગેડિયરને આખરી નમન

4/5
image

ગત રાતે બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનો પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ તેમના પત્ની અને પુત્રી તેમને નમન કરવા પહોંચ્યા હતા. (તસવીર- સાભાર એએનઆઈ) 

સેનાના અધિકારીએ બ્રિગેડિયરની પુત્રીને સાંત્વના પાઠવી

5/5
image

પિતાના પાર્થિવ શરીરને જોતા જ્યારે શહીદ બ્રિગેડિયર લખબિંદર સિંહ લિડ્ડરની પુત્રીના આંસુ રોકાતા નહતા ત્યારે સેનાના અધિકારીએ તેને સાંત્વના આપતા જોવા મળ્યા.  (તસવીર- સાભાર એએનઆઈ)