ટ્રેન ફરી વળતા યુવકના બોડીના બે ભાગ થયા, ઉપરનો ભાગ ઉછળીને નાળામાં પડ્યો, હચમચાવી નાખે તેવા PICS
ઉત્તર પ્રદેશના શાહજહાપુરથી એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જે પણ તસવીરો જુએ તેના હાજા ગગડી જાય. ટ્રેન નીચે યુવક કપાયા બાદ તેનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું અને બોડીનો એક ભાગ નાળામાં જઈને પડ્યો. યુવકના બોડીનો ઉપરનો ભાગ નાળામાં જઈને પડ્યો ત્યારે યુવક જીવિત હતો અને સતત એમ કહેતો રહ્યો કે જે કઈ થયું તેમાં કોઈની ભૂલ નથી. અકસ્માતનો ભોગ બનેલો યુવક લગભગ 12 કલાક સુધી મોત સામે લડાઈ લડતો રહ્યો અને આખરે પછી જિંદગી સામે જંગ હારી ગયો અને સારવાર દરમિયાન આ યુવકનું દર્દનાક મોત થયું. આ ઘટના રૌજા ક્ષેત્રના પોલીસ સ્ટેશન હદમાં સવારે 10 વાગ્યાની આસપાસ ઘટી. જ્યાં એક 19 વર્ષનો યુવક હર્ષવર્ધન તેની માતા પાસેથી પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો પરંતુ ત્યારબાદ પરિવારને તેના ટ્રેન નીચે કપાઈ ગયાના સમાચાર મળતા હાહાકાર મચી ગયો.
ટ્રેન આવતા જ પાટા પર જઈને સૂઈ ગયો યુવક
મળતી માહિતી મુજબ થોડીવાર સુધી યુવકે ટ્રેન આવવાની રાહ જોઈ. ટ્રેન આવતા જ યુવક પાટા પર સૂઈ ગયો અને ધડાધડ ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. ટ્રેન નીચે આવી જવાના કારણે યુવકના શરીરના બે ભાગ થઈ ગયા અને કપાયેલો ઉપરનો ભાગ ઉછળીને નજીકના નાળામાં જઈને પડ્યો.
ટ્રેન ફરી વળતા શરીરના બે ભાગ થઈ ગયા
ટ્રેન ફરી વળવાના કારણે શરીરના બે ભાગ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ તેનો ઉપરનો ભાગ નાળામાં પડ્યો અને કમરથી નીચેનો ભાગ પાટાથી થોડે દૂર પડ્યો. શરીરના બે ભાગ થવા છતાં યુવક સતત બોલતો રહ્યો કે જે કઈ થયું તેમાં કોઈની ભૂલ નથી.
કલાકો સુધી સારવાર ચાલી પરંતુ બચી ન શક્યો યુવક
આ દર્દનાક ઘટના બાદ સ્થાનિક લોકોએ શરીરના બે ભાગોને 108 નંબર પર ફોન કરીને મેડિકલ કોલેજ મોકલાવ્યા જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી. લગભગ 12 કલાક સુધી સારવાર ચાલી પરંતુ આમ છતાં યુવકને બચાવી શકાયો નહીં. ડોક્ટરોએ જો કે યુવકના પગનો ભાગ પરિવારને સોંપી દીધો હતો. યુવકના મોત બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા.
કમરથી નીચેનો ભાગ અલગ થઈ જતા ખુબ લોહી વહી ગયું, મોડી રાતે થયું મોત
આ મામલે મેડિકલ કોલેજના પીઆરઓ પૂજા પાંડેનું કહેવું છે કે સોમવારે સવારે લગભગ 10 વાગે એક યુવક પોતે જ ટ્રેન નીચે કપાઈ ગયો. તેને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો જ્યાં મોટાભાગના ડોક્ટરો તેને બચાવવામાં લાગ્યા હતા. યુવકના કમરથી નીચેનો ભાગ અલગ થઈ ગયો હતો. આ જ કારણે તેના શરીરમાંથી લોહી ખુબ વહી ગયું હતું. સોમવારે રાતે લગભગ 11.50 વાગે સારવાર દરમિયાન યુવકનું મોત થયું.
Trending Photos