બાઈકે બળદને રિપ્લેસ કર્યું, તલની ધાણીમાં આવી નવી ટેકનોલોજી
શિયાળાની શરૂઆત થતાં જ શહેરના પાદરે તલની ઘાણી જોવા મળતી હોય છે. શિયાળામા કચરિયાની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. એક સમય હતો જ્યારે તલની ઘાણી ફેરવવા માટે બળદનો ઉપયોગ થતો હતો. પરંતુ સમય બદલાયો છે. સમયની સાથે બાઈકે બળકને રિપ્લેસ કર્યું છે.
આશ્કા જાની/અમદાવાદ :શિયાળાની શરૂઆત થતાં જ શહેરના પાદરે તલની ઘાણી જોવા મળતી હોય છે. શિયાળામા કચરિયાની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. એક સમય હતો જ્યારે તલની ઘાણી ફેરવવા માટે બળદનો ઉપયોગ થતો હતો. પરંતુ સમય બદલાયો છે. સમયની સાથે બાઈકે બળકને રિપ્લેસ કર્યું છે.
આ વિશે ઘાણીના માલિકનું કહેવું છે કે, સમય બદલાયો છે, પરંતુ ખર્ચો તો તેટલો જ આવે છે. બળદને રાખીએ એટલે તેને ખવડાવવાનો ખર્ચ થતો હોય છે. પરંતુ બાઈકમાં 500થી વધુ રૂપિયાનું પેટ્રોલ જાય છે. આમાં દરરોજનું ૨૦થી ૨૫ કિલો તલ પીસાઈ જાય છે.
બળદની જગ્યાએ બાઈકનો ઉપયોગ કરવાથી સફાઈ રહે છે અને થોડો સમય બચે છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે બાઈકનો ઉપયોગ કરીને કચરિયુ બનાવીએ છીએ. રાજસ્થાનમાં ઘણી જગ્યાએ આ રીતે બાઈકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બાઈકને ચાલુ કરી ઓટોમેટિક ચલાવાવાળી સિસ્ટમનો ઉપયોગ કરી ટેસ્ટી કચરિયું બનાવવામાં આવે છે.
હવે ઘાણીમાં બળદની જગ્યા બાઈકએ લીધી છે. પહેલા ધાણીને ફેરવવા બળદની જરૂર પડતી. પરંતુ ટેકનોલોજી અને પરિવર્તન સાથે ઘાણીમાં તલ નાંખીને તેને ફેરવવા બાઇકની મદદ લેવાઈ રહી છે.
Trending Photos