Amazon ના માલિક Jeff Bezos ની ગર્લફ્રેન્ડ છે Lauren Sanchez, વ્યવસાયે છે પત્રકાર
Amazon ના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ (Jeff Bezos) તેમના વ્યવસાય તેમજ વ્યક્તિગત જીવન માટે પણ પ્રખ્યાત છે. વર્ષ 2019 માં તેમણે લગ્નના 25 વર્ષ પછી પત્ની મેકેન્ઝી બેઝોસથી છૂટાછેડા લીધા. નેશનલ એન્ક્વાયરના અહેવાલ મુજબ, જેફ બેઝોસ અને તેમની પત્નીના છૂટાછેડા પાછળનું કારણ Fox LA TV ની પૂર્વ એન્કર લોરેન સંચેઝ (Lauren Sanchez) હતી. લોરેન હોલીવુડના પ્રતિભા એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલની પત્ની રહી ચૂકી છે. આજે જાણો લોરેન અને બેઝોસની લવ સ્ટોરી.
એમી એવોર્ડ વિજેતા ન્યૂઝ એન્કર છે લોરેન
લોરેન વેન્ડી સાંચેઝ એમી એવોર્ડ વિજેતા અમેરિકન ન્યૂઝ એન્કર છે. હવે તે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખાય છે.
3 વર્ષ પહેલાં શરૂ કર્યું હતું ડેટિંગ
અહેવાલો અનુસાર, લોરેન અને જેફ બેઝોસ જાન્યુઆરી 2018 થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, ત્યારબાદ બંને લગ્ન જીવન પણ જીવતા હતા. એપ્રિલ 2018 માં, આ બંનેની સાથે ડિનરની તસવીરો બહાર આવી હતી.
જેફ અને લોરેનની તાજમહેલની મુલાકાત
જાન્યુઆરી 2020 માં આ દંપતી ભારત આવ્યું હતું. જેફ બેઝોસ તેની ગર્લફ્રેન્ડ લોરેન સંચેઝને ભારતની યાત્રા પર લાવ્યા હતા અને વિશ્વના 7 અજાયબીઓમાંના એક એવા આગ્રામાં તાજમહેલની મુલાકાત લઈને ફોટો સેશન પણ કર્યુ હતું.
જેફ બેઝોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ
જેફે મેકેન્ઝી સ્ટોક સાથે સિએટલમાં તેના ગેરેજમાંથી એમેઝોન શરૂ કરવાના એક વર્ષ પહેલા 1993 માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2019 માં તેણે જેફ બેઝોસ સાથે છૂટાછેડા લીધા હતા.
અનેક અબજ ડોલરનું દાન કર્યું છે મેકેન્ઝીએ
બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે તેમના છૂટાછેડા પછી વોશિંગ્ટનની હાઇ સ્કૂલના સાયન્સ ટીચર ડેન જ્વેટ સાથે લગ્ન કર્યા. તાજેતરમાં જ 15 જૂને મેકેન્ઝીએ તેમના બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે તેણે 2.7 અબજ ડોલરનું દાન કર્યું છે. અગાઉ કરાયેલા દાનનો સમાવેશ કરીએ તો તેણીએ અત્યાર સુધી વિવિધ સંસ્થાઓને કુલ 8.5 અબજ ડોલરનું દાન આપ્યું છે. જેમાં ગિવ ઈન્ડિયા, ગુંજ, અંતરા ફાઉન્ડેશન સહિત 283 સંસ્થાઓ શામેલ છે. તમને જણાવી દઇએ કે ડેન જ્વેટ સાથે લગ્ન કર્યા પછી આ તેનું પહેલું દાન છે.
Trending Photos