એક નજર Flower Show ની આ રંગબેરંગી તસવીરો પર કરજો, જાઓ તો આ 4 પ્રકારના ફૂલ ખાસ જોજો

Ahmedabad Flower Show સપના શર્મા/અમદાવાદ : અમદાવાદના આંગણે આજથી ફ્લાવર શોની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. એલિસબ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં આખો વિસ્તાર રંગબેરંગી ફુલોથી છવાઈ ગયો છે. સાબરમતીના કિનારે 1 લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારમાં આયોજન થયું છે.

ફ્લાવર શોમાં 30 રૂપિયામાં એન્ટ્રી

1/10
image

ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે. આ વર્ષે G20,U-20, યોગા, સ્પોર્ટ્સ, આયુર્વેદ, આઝાદીનો અમૃત મહોત્સવની થીમ ઉપર ફ્લાવાર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 10 લાખ જેટલાં છોડ ફ્લાવાર શૉમાં જોવા મળશે. ફ્લાવર શૉમાં ભીડ ભેગી ન થાય તે માટે ટિકિટ વિતરણ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ફ્લાવર શોમાં આ ફુલ ખાસ આકર્ષણ

2/10
image

ફ્લાવર શોમાં જાઓ તો 4 પ્રકારના ફૂલ ખાસ જોજો. જેમાં કેરાલીલીનું ફૂલ, બર્ડ ઓફ પેરેડાઈઝ, હેલીએલિકોનિયા અને અમરેલિસનું ફૂલ ખાસ આકર્ષણ છે. કેરાલીલીનું ફૂલ નાના ભૂંગળા જેવું લાગે છે. તો બર્ડ ઓફ પેરેડાઈઝનો આકાર પક્ષીની પાંખ જેવો હોય છે. તો હેલીએલિકોનિયા ફૂલનું ઝમુકુ ચમદકાર હોય છે. આ ઉપરાંત અમેરિલિસ ફૂલ મૂળ સાઉથ આફ્રિકાનું છે, તે એક હાથ જેટલું લાંબુ હોય છે.   

અટલ બ્રિજ બંધ રહેશે

3/10
image

ફ્લાવર શૉ દરમિયાન અટલ બ્રિજ 2 વાગે બાદ મુલાકાતીઓ માટે બંધ રહેશે. આ વર્ષે જંગલ, સ્પોર્ટ્સ, આરોગ્ય, યોગા સહિતની 20 થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં વિવિધ થીમના સ્કલ્પચર, સેંકડો સેલ્ફી પોઈન્ટ, 7 નર્સરી, 26 ગાર્ડનિંગ સ્ટોલ, 17થી વધારે ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ફ્લાવર શૉ માટે મુખ્યમંત્રીની મનપાને સલાહ

4/10
image

ફ્લાવર શૉનો સમય વહેલા રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એએમસી તંત્રને સૂચન કરાયું છે. અગાઉ સવારે 10 વાગેથી ફ્લાવાર શૉનો સમય રાખવામાં આવ્યો હતો. જે સવારે 9 વાગ્યાથી શરુ કરવા મુખ્યમંત્રીએ સૂચન કરવામાં આવ્યું છે. સવારે 9 થી રાત્રે 10 વાગે સુધી સમય રાખવા તેમણે સલાહ આપી, જેથી વધુ સંખ્યામાં લોકો ફ્લાવર શૉની મજા માણી શકે. 

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image