સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું
Healthy and Tasty Tea: મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. ભારતીય ઘરોમાં દિવસમાં એક કરતાં વધુ વખત ચા બનતી હોય છે. ઘણા લોકોની આંખ ચા પીધા પછી જ ઉઘડે છે. ચાની ચુસ્કી લેવાથી તરોતાજા થઈ જવાય છે. તેમાં પણ ચામાં જો કેટલીક વસ્તુઓ ઉમેરીને તમે પીવો છો તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.
લવિંગ
ચામાં અલગ અલગ મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ જો તમે લવિંગનો ઉપયોગ આમાં કરશો તો તેનાથી શરીરને તાજગી મળવાની સાથે એનર્જી પણ મળશે. લવિંગથી ચાનો સ્વાદ પણ વધી જશે અને પેટ સંબંધિત સમસ્યા પણ નહીં થાય.
તજ
ચામાં તજ ઉમેરીને પીવાથી પણ ચાનો સ્વાદ પણ વધી જાય છે અને ચા હેલ્ધી બની જાય છે. ખાસ તો જે લોકોને માથાના દુખાવાની સમસ્યા હોય તેમણે ચામાં તજનો પાવડર ઉમેરીને પીવી જોઈએ. તજવાળી ચા ડાયાબિટીસના દર્દી માટે પણ લાભકારી છે.
હરસિંગારની ચા
હરસિંગાર ની ચા પીવાથી રક્ત સાફ થાય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હાઈ બીપી કંટ્રોલમાં રહે છે.
લેમનગ્રાસ ટી
લેમનગ્રાસ ટી પીવાથી પણ શરીર શાંત થાય છે અને એનર્જી વધે છે. તેમાં અનેક એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. લેમનગ્રાસ ટી પીવાથી પાચન પણ સુધરે છે.
રોઝમેરી ફૂલ
ચામાં રોઝમેરીના ફૂલ ઉમેરીને પણ પી શકાય છે. રોજમેરી એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીમેટ્રી ગુણથી ભરપૂર હોય છે. રોજમેરી ફૂલની ચા પીવાથી શરીરમાં આવેલા સોજા દૂર થાય છે.
Trending Photos