તૈયારી રાખી ઘરમાં રહેજો! નવા વર્ષે ગુજરાતમાં કંઈક મોટું થશે! આ આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં!

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઊભા કરાશે. ખાસ કરીને બીપરજોય વાવાઝોડા બાદ વરસાદની પેટર્નમાં મોટો તફાવત આવ્યો છે. જેને પગલે આ વખતે કમોસમી વરસાદ પણ લાંબો ખેંચાયો છે. એ જ કારણ છેકે, શિયાળામાં પણ તમારે વરસાદી માહોલ જેવી સ્થિતિ વેઠવી પડે છે.

1/6
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. 

2/6
image

અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.   

3/6
image

ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુ.ની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડીની સંભાવના પણ રહેલી છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતથી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઈસુના ૨૦૨૩ના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલ હતું. બીપરજોય વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો હતો. સાલના મજબૂત અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-૨૦૨૪ સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. 

4/6
image

આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિ મે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નંબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો ૨૦૨૪ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. 

5/6
image

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ રહેશે. જાન્યુઆરી તા.૪ સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે.

6/6
image

દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ડિસેમ્બર તા.૨૭-૨૮, વાદળવાયુ અને તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરીની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતા કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેશે.