રૂ. 8,53,93,40,000માં બન્યો વિશ્વનો સૌથી મોંઘો શો, વિજેતાને મળશે 42 કરોડ અને પ્રાઈવેટ આઈલેન્ડ; તોડ્યા 50 વલ્ડ રેકોર્ડ
World's Most Expensive Reality Show: ટીવી શો કરતા વધારે લોકોમાં વચ્ચે આજકાલ રિયાલિટી શોનો ક્રેઝ છે. કેટલાક રિયાલિટી શો એવા છે જેમાં જો તમે ભૂલથી પણ એક સિઝન જોશો તો તમને એટલો ચસ્કો લાગે છે કે તમે એક પણ એપિસોડ ચૂક્યા વિના તમામ એપિસોડ એક જ ઝાટકે જોઈ લેશો. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા રિયાલિટી શો વિશે જણાવીશું. જે લાખો કે કરોડોમાં નથી, પરંતુ તેને બનાવવામાં અરબોનો ખર્ચ થયો છે. તો ચાલો અમે તમને દુનિયાના સૌથી મોંઘા શો વિશે જણાવીએ.
આ છે દુનિયાનો સૌથી મોંઘો શો
જો તમને લાગે છે કે સ્ક્વિડ ગેમ (Squid Game) અને ગેમ્સ ઓફ થ્રોન્સ (Games of Thrones) દુનિયાના સૌથી મોંઘા શો છે, તો તમે બિલકુલ ખોટા છો. આ ટાઈટલ આ બે શોના નામ પર નથી પરંતુ યુટ્યુબર મિસ્ટર બીસ્ટના નામે છે. યુટ્યુબ પછી તેમણે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે અને વિશ્વનો સૌથી મોંઘો રિયાલિટી શરૂ કર્યો છે. જેનું નામ છે 'બીસ્ટ ગેમ્સ'.
કરોડો નહીં પણ અરબોનો થયો ખર્ચ
કોરિયન શો 'સ્ક્વિડ ગેમ્સ'ની જેમ આ શો પણ એ જ ખતરનાક થીમ પર આધારિત છે. જ્યાં તેમને કેટલીક રમતો રમડવામાં આવે છે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર મિસ્ટર બીસ્ટે આ શો જાતે જ પ્રોડ્યુસ કર્યો છે અને 8 અરબ 53 કરોડ 93 લાખ 40 હજાર (8,53,93,40,000) રૂપિયાનું રોકાણ કર્યું છે.
વિજેતાને મળશે 42 કરોડ
રિપોર્ટ અનુસાર આ અમાઉન્ટમાં વિજેતા ખેલાડીની ઈનામી રકમ, લેમ્બોર્ગિની અને ખાનગી ટાપુની કિંમત સામેલ નથી. રિપોર્ટ્સનું માનીએ તો શો વિજેતા ખેલાડીને 42 કરોડ રૂપિયા આપવામાં આવશે.
બધા શોનો નીકળ્યો બાપ
'બીસ્ટ ગેમ્સ' શો પહેલા ઘણા મોંઘા રિયાલિટી શો બનાવવામાં આવ્યા છે. જેમાં WMAC Masters જેની કિંમત 11 મિલિયન ડોલર, સ્ક્વિડ ગેમ 22 મિલિયન ડોલર, 'ગેમ ઓફ થ્રોન્સ' 50 મિલિયન ડોલર અને 'ધ લાસ્ટ ઓફ યુએસ'ની કિંમત 90 થી 100 મિલિયન ડોલર છે.
તોડ્યા 50 રેકોર્ડ
'બીસ્ટ ગેમ્સ' લોકોમાં એટલો લોકપ્રિય છે કે તેણે 50 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. તેણે વિશ્વનો સૌથી મોંઘો રિયાલિટી શો હોવાનો રેકોર્ડ બનાવ્યો એટલું જ નહીં, તે સૌથી વધુ ઈનામી રકમ આપતો શો પણ બન્યો. તાજેતરમાં જ આ શોનો પ્રોમો રિલીઝ થયો હતો. જેમાં શોના નિર્માતાએ શો દ્વારા તૂટેલા બાકીના રેકોર્ડ જાહેર કર્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે શો દ્વારા તોડાયેલા કુલ 50 રેકોર્ડને માન્યતા આપી છે.
1000 લોકોએ લીધો ભાગ
'બીસ્ટ ગેમ્સ' શોને Jimmy Donaldson દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં 1000 લોકો ભાગ લેશે. આ શોના પ્રથમ બે એપિસોડ પ્રાઇમ વીડિયો પર 19 ડિસેમ્બર 2024ના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિરીઝ 10 એપિસોડની છે. બાકીના એપિસોડ ધીમે ધીમે દર ગુરુવારે OTT પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે.
આલીશાન સેટ
ખાસ વાત એ છે કે, આ શો માટે 'મિસ્ટર બીસ્ટ'દ્વારા સ્પર્ધકોના રહેવા માટે સેટ તૈયાર કરવામાં આવેલ સેટ લક્ઝુરિયસ છે. તેણે સેટનું નામ 'બીસ્ટ સિટી' રાખ્યું છે. આ સેટ બનાવવામાં અંદાજે 119 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ શોના પહેલા એપિસોડમાં 507 લોકોને બહાર એટલે એલિમિનેશન મની આપીને બહાર કાઢવામાં આવ્યા. આ રીતે 17 કરોડ રૂપિયા એલિમિનેશન રકમ તરીકે સ્પર્ધકોને અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.
Trending Photos