મેકઅપની Side Effectના કારણે ચહેરા પર પડેલા ડાઘ દુર કરવા મુલતાની માટીનો આ રીતે કરો ઉપયોગ

Multani Mitti Face Pack: મુલતાની માટી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેનાથી ચહેરાની ડેડ સ્કીન પણ સરળતાથી રીમુવ થઈ જાય છે અને ત્વચાની રંગતમાં પણ સુધારો કરે છે. 

મેકઅપની Side Effectના કારણે ચહેરા પર પડેલા ડાઘ દુર કરવા મુલતાની માટીનો આ રીતે કરો ઉપયોગ

Multani Mitti Face Pack: સ્કીન કેર માટે મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેનાથી ચહેરાની ડેડ સ્કીન પણ સરળતાથી રીમુવ થઈ જાય છે અને ત્વચાની રંગતમાં પણ સુધારો કરે છે. આજે તમને મુલતાની માટીમાંથી બનતા એવા ફેસપેક વિશે જણાવીએ જે ચહેરા પરના ડાઘ અને મેકઅપની સાઇડ ઇફેક્ટને ફટાફટ દૂર કરે છે. તેનાથી ચહેરો સુંદર અને બેદાગ બને છે.

આ પણ વાંચો:

મુલતાની માટીનો ફેસપેક બનાવવાની સામગ્રી

મુલતાની માટે 4 ચમચી
ગુલાબજળ જરુર અનુસાર
વિટામીન ઈ કેપ્સ્યૂલ 

મુલતાની માટીનો ફેસપેક બનાવવા માટે ૨ થી ૪ ચમચી મુલતાની માટી લેવી અને તેમાં એક વિટામીન e ની કેપ્સુલ ઉમેરવી. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર પાણી અથવા તો ગુલાબજળ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને ચહેરા પર અને ગળા પર લગાડો. 15 મિનિટ માટે તેને રહેવા દો અને પછી ઠંડા પાણીથી સાફ કરી લો. આ ફેસપેક નો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરશો એટલે તમારા ચહેરા પરથી ખીલ અને ડાઘ દૂર થવા લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news