White Hair: આ 5 કારણોથી ઉંમર પહેલા વાળ સફેદ થાય છે, આ 3 ઘરેલુ ઉપાય વાળને ફરીથી કાળા કરશે

White Hair: પહેલાના સમયમાં એવું હતું કે જેમ જેમ ઉંમર વધે તેમ માથાના વાળ સફેદ થાય. પરંતુ હવે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા છે. માથાના વાળ કારણ વિના સફેદ થતા નથી. નિષ્ણાંતો અનુસાર 5 કારણોને લીધે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આ પાંચ કારણ જાણી તેનું સમાધાન લાવવું જોઈએ. 

White Hair: આ 5 કારણોથી ઉંમર પહેલા વાળ સફેદ થાય છે, આ 3 ઘરેલુ ઉપાય વાળને ફરીથી કાળા કરશે

White Hair: ઉંમર પહેલા જ માથાના વાળ સફેદ થવા લાગે તે સમસ્યા હવે સામાન્ય થતી જાય છે. આજના સમયમાં ટીનેજર્સને પણ આ સમસ્યા થઈ જાય છે. પહેલાના સમયમાં એવું હતું કે જેમ જેમ ઉંમર વધે તેમ માથાના વાળ સફેદ થાય. પરંતુ હવે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા છે. આ સમસ્યા પાછળ કારણ શું છે તેના પર મોટાભાગના લોકો ધ્યાન આપતા નથી. માથાના વાળ કારણ વિના સફેદ થતા નથી. નિષ્ણાંતો અનુસાર 5 કારણોને લીધે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આ પાંચ કારણ જાણી તેનું સમાધાન લાવવું જોઈએ. 

આજે તમને નાની ઉંમરમાં વાળ સફેદ થવાના આ 5 કારણો વિશે જણાવીએ અને સાથે જણાવીએ કે કયા ઘરેલુ ઉપાયથી સફેદ વાળને કાળા કરી શકાય છે. એક્સપર્ટ અનુસાર નાની ઉંમરમાં સફેદ વાળ થતા હોય તો કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ શરૂ કરી દેતા પહેલા વાળ સફેદ થવાના કારણો વિશે જાણી તેનું સમાધાન લાવવું જોઈએ. 

વાળ સફેદ થવાના 5 કારણ 

પોષક તત્વોની ખામી 

જો નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે. જ્યારે વાળને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો મળતા નથી તો નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય છે. ખરાબ ફૂડ હેબિટ્સના કારણે શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાવવા લાગે છે. 

તડકો 

જે રીતે તડકો સ્કીનને નુકસાન કરે છે તે રીતે વાળને પણ કરે છે. જે લોકોને દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં તડકામાં રહેવાનું થતું હોય તેમને સફેદ વાળની સમસ્યા ઝડપથી થઈ જાય છે. વધારે સમય તડકામાં રહેવાથી વાળનું પ્રોટીન ખતમ થવા લાગે છે. 

આનુવંશિક કારણ 

કેટલાક આનુવંશિક કારણોને લીધે પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. ઘણા લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા વારસાગત હોય છે. 

સ્મોકિંગ 

સિગરેટનો ધુમાડો માત્ર ફેંફસાની જ નહીં પરંતુ આખા શરીરને નુકસાન કરે છે. સિગરેટ પીવાથી શરીરના ન્યુટ્રીશન ખતમ થવા લાગે છે. સાથે જ સિગરેટનો ધુમાડો વાળને ડેમેજ કરે છે. સિગરેટના ધુમાડાથી વાળના મૂળ નબળા પડી જાય છે. 

સ્ટ્રેસ 

ચિંતા શરીરનું સૌથી મોટો દુશ્મન છે. સ્ટ્રેસ અને ચિંતાથી વાળ પણ સફેદ થવા લાગે છે. સતત સ્ટ્રેસના કારણે પણ વાળનું પ્રોટીન ખતમ થઈ જાય છે તેવામાં વાળ ઝડપથી સફેદ પણ થાય છે અને ખરવા પણ લાગે છે. 

સફેદ વાળને કાળા કરવાના ઘરેલુ ઉપાય 

- નાળિયેર તેલમાં ડુંગળીના ટુકડા ઉમેરી બરાબર ઉકાળી ગાળી લો અને પછી આ તેલને વાળમાં લગાડો. 

- મીઠા લીમડાના પાનને સારી રીતે સાફ કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં સારી રીતે લગાવો. લીમડાને પણ તેલમાં પકાવી તેલ તૈયાર કરી લગાડી શકાય છે. 

- આમળા વાળને કાળા કરવા માટે સૌથી બેસ્ટ છે. આમળાની પેસ્ટ બનાવીને વાળમાં લગાડી શકાય છે અને આમળાનો જ્યુસ નિયમિત પીવાથી પણ ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news