પલંગ પર પડવાની સાથે આવી જશે ઊંઘ, બસ સૂતા પહેલા અપનાવી લો આ 3 ટિપ્સ
How To Sleep Instantly: આજકાલ લોકોમાં ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. ઘણી કલાકો બેડ પર પડ્યા રહેવા છતાં સારી ઊંઘ આવતી નથી. તેનું કારણ તમારી લાઇફસ્ટાઇલ પણ હોઈ શકે છે. જાણો કઈ રીતે સારી ઊંઘ આવશે?
Trending Photos
નવી દિલ્હીઃ ભાગ્યશાળી હોય છે તે લોકો જેને પલંગ પર પડવાની સાથે ઊંઘ આવી જાય છે. આજકાલ લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા ખુબ વધી ગઈ છે. સારી અને ગાઢ ઊંઘ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જરૂરી છે. સૂતા પહેલા આપણી બોડી અને તેના બધા અંગો રિપેરિંગમાં લાગી જાય છે. ઊંઘથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સમજવા-વિચારવાની શક્તિ વધે છે અને મગજ શાંત તથા સ્વસ્થ રહે છે. પરંતુ સારી ઊંઘ માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. સારો પલંગ, શાંત માહોલ, નોર્મલ તાપમાન અને મગજમાં શાંતિ હોવાથી સારી ઊંઘ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા ખુબ વધી છે. તેની પાછળ ઘણા કારણ છે. તમે કેટલીક આદતો બદલીને સારી ઊંઘ લઈ શકો છો.
સારી ઊંઘમાં મદદગાર છે આ આદતો
ગેઝેટ્સથી રહો દૂરઃ આજકાલ લોકો મોબાઈલ અને ટીવી જોતા સૂવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકોને લાગે છે કે તેનાથી ઊંઘ આવી જાય છે, પરંતુ તેવું નથી. ફોન, લેપટોપ અને ટીવીની બ્લૂ લાઇટ હોર્મોન મેલેટોનિનના ઉત્પાદનમાં મુશ્કેલી ઉભી કરે છે, આ હોર્મોન આપણી ઊંઘ માટે જરૂરી છે. જો સારી ઊંઘ લેવા ઈચ્છો છો તો સૂવાના એક કલાક પહેલા ગેઝેટ્સનો ઉપયોગ બંધ કરી દો. જો ખુબ જરૂરી હોય તો બ્લૂ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરો.
સૂવા-ઉઠવાનો એક સમય સેટ કરોઃ લાઇફસ્ટાઇલ ખરાબ થવા પર લોકો ગમે તે સમયે સૂઈ અને જાગે છે. તેનાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે. આપણું શરીર સર્કેડિયમ રિધમ પર કામ કરે છે. તેમાં 24 કલાકની સાઇકલ હોય છે. અંધારા અને અજવાળાથી આ રિધમ કંટ્રોલ થાય છે. તેથી સૂવા અને જાગવાનો એક સમય નક્કી કરો. તેનાથી તમારી બાયોલોજિકલ ક્લોક પણ સેટ રહેશે. તેનાથી તમારી ઊંઘની સમસ્યા પણ દૂર થઈ જશે.
સૂતા પહેલા અપનાવો આ ટેક્નિકઃ સૂતા પહેલા રિલેક્સિંગ ફોર્મમાં જાવ જેનાથી શરીરને સૂવાનો સંકેત મળે છે. તે માટે ઊંડા શ્વાસ લો. મસલ્સને રિલેક્સ કરો અને સાથે 4, 7, 8ની ટેક્નિક અપનાવો. તેમાં તમારે નાકથી શ્વાસ લેવાનો છે, જ્યાં સુધી તમે 4 સુધી ગણતરી ન કરી લો. હવે 7 વાર ગણવા સુધી શ્વાસ રોકવાનો છે અને પછી 8 વકત ગણવા સુધી મોઢેથી શ્વાસ લેવાનો છે. તેનાથી શરીર રિલેક્સ થશે અને સારી ઊંઘ આવી જશે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે