Heatwave : હીટસ્ટોક, હીટવેવ, લૂ ના લાગે તે માટે ગરમથી બચવા શું કરવું? જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાતો
Gujarat Heatwave : ગુજરાત સહિત દેશભરમાં સતત ગરમીથી મોતનો આંકડો વધી રહ્યો છે. તંત્ર દ્વારા પણ અલગ અલગ પ્રકારના અલર્ટ આપીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જાણો નિષ્ણાત ડોક્ટરો ગરમીથી બચવા શું સલાહ આપી રહ્યાં છે...
Trending Photos
Gujarat Heatwave : ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા પણ વિવિધ જાહેરાતો કરીને લોકોને ગરમીથી બચવા સાવચેત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ કે ગરમીથી બચવા માટે નિષ્ણાતો શું કહી રહ્યાં છે. હીટ સ્ટોક, હીટવેવ, લૂ ના લાગે એ માટે શું કરવું?
અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો શું છે?
ગરમીની અળાઈઓ
ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
ઉબકા અને ઉલટી થવી.
ગરમી શરીરને કેવી રીતે અસર કરે છે?
પૂરતું પાણી ન પીવાથી ચક્કર આવે અને બેભાન પણ થઈ જવાય
શરીર વધારે કામ કરે છે એટલે હાર્ટ રેટ વધી જાય છે
શરીર ત્વચાની ગરમી ગુમાવે છે એટલે લાલ ચાંદા પડી જાય છે.
ચામડી પરસેવો ઉત્પન્ન કરે છે પરસેવો બાષ્પીભવનની મદદથી ત્વચાને ઠંડી કરે છે
ગરમીમાં લૂ ના લાગે તે માટે શું કરવું અને શું ન કરવું?
- ગરમીમાં છાસને પણ સારો વિકલ્પ માનવામાં આવે છે, તેમાંથી પૉટેશિયમ મળી રહે છે. શરીરમાં સોડિયમ અને પૉટેશિયમ સૉલ્ટની માત્રાનું સંતુલન રહેવું જરૂરી છે.
- જે લોકો કિડની અથવા હૃદયરોગથી ગ્રસ્ત હોય તેમણે ડૉક્ટરની સલાહ લઈને જ ઉપાય અપનાવવો જોઈએ.
- ગરમીથી બચવા માટે આછા રંગનાં સુતરાઉ કપડાં પહેરીને બહાર જવું જોઈએ, જેથી ઓછી ગરમી લાગે.
- દરેક ઋતુની અસર આપણી ત્વચા પર થાય છે, પરંતુ ઉનાળામાં તેની અસર થોડી વધુ અનુભવાય છે. તડકામાં બહાર નીકળતાની સાથે જ સૌથી પહેલી અસર ત્વચાને થાય છે.
- આવી સ્થિતિમાં ચહેરાના રંગમાં તફાવત આવી શકે છે અને સાથે શુષ્કતા કે બળતરા અનુભવાય છે, વળી ક્યારેક સનબર્ન પણ થાય છે.
- આ ઉપરાંત ડૉક્ટર તળબૂચ જેવાં ફળો લેવાની પણ સલાહ આપે છે. આ સિવાય ડૉક્ટર ઓઆરએસ સાથે રાખવાનું પણ કહે છે.
- ડૉક્ટરનું કહેવું છે કે જે લોકોના બજેટમાં જ્યૂસ કે ઓઆરએસ ન હોય, એ લોકો માટે મીઠું અને ખાંડનું મિશ્રણ ઉપયોગી થઈ જાય છે.
- લોહીનું પરિભ્રમણ વધવાથી પગની ઘૂંટીમાં સોજા ચડી જાય છે
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
- લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવાં.
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
- નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.
- માથું દુખવું, વધુ પડતો પરસેવો થવો, ચક્કર આવવા, સ્નાયુઓ ખેંચાવા, ઊબકા આવવા, આવાં લક્ષણો દેખાય તો સમજવું કે તમને લૂ લાગી છે.
- જો આવાં લક્ષણો દેખાય તો તરત જ છાંયડા કે ઠંડી જગ્યાએ જતા રહેવું. પંખા કે એસીવાળી જગ્યાએ જઈ શકો તો વધારે સારું. આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકો છો.
- જો કોઈને લાગે કે તેમના શરીરમાંથી પરસેવો થવાનું બંધ થઈ ગયું છે અને તાવ આવે છે, ચક્કર આવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈ પણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે