Hotel Rules: ફાઇવ સ્ટાર હોટલમાં આ 2 વસ્તુઓ મળે છે ફ્રીમાં, કરી શકો છો ઉપયોગ, ના પાડે તો કાયદો બતાવો

Five Star Hotel Rules: ઘણીવાર એવું થાય છે કે  પબ્લિક ટોયલેટ મળતું નથી તો પછી એવી એકાંતવાળી જગ્યા શોધવાનો પ્રયત્ન કરીએ છી જ્યાં ટોયલેટ કરી શકીએ.  પોશ વિસ્તારમાં ફરી રહ્યા હો ત્યારે સૌથી વધારે સમસ્યા સર્જાય છે. જ્યારે અચાનક આપણે ટોયલેટની જરૂર પડે છે. ત્યારે આપણે પબ્લિક ટોયલેટને શોધીએ છીએ. 

Hotel Rules: ફાઇવ સ્ટાર હોટલમાં આ 2 વસ્તુઓ મળે છે ફ્રીમાં, કરી શકો છો ઉપયોગ, ના પાડે તો કાયદો બતાવો

Law For Toilet in Restaurant and Hotel: અહીં તમને જણાવી દઇએ કે આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો કોઇપણ હોટલ રેસ્ટોરેન્ટ ભલે તે ફાઇવ સ્ટાર કેમ ન હોય, ત્યાં જઇને ટોયલેટ કરી છો. કાયદાકીય રીતે આ સુવિધા ફ્રી છે. ચાલો વિસ્તારપૂર્વક તમને જણાવીએ તેની સાથે સંકળાયેલો કાયદો. ઘણીવાર એવું થાય છે જ્યારે આપણે પોશ વિસ્તારમાં ફરતા હોઇએ છીએ અને અચાનક આપણે ટોયલેટની જરૂર પડે છે. ત્યારે આપણે પબ્લિક ટોયલેટને શોધીએ છીએ. જ્યારે પબ્લિક ટોયલેટ મળતું નથી તો પછી એકાંતવાળી જગ્યા શોધવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં આપણે ટોયલેટ કરી શકીએ. પરંતુ કો ગ્રીન બેલ્ટ અથવા ખૂણામાં જઇને ગંદકી પણ ફેલાવીએ છીએ, જે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. 

કાયદો આ અધિકાર આપે છે કે પેશાબ લાગે ત્યારે કોઇપણ રેસ્ટોરેન્ટ અથવા હોટલના વોશરૂમનો ઉપયોગ તમે કરી શકો છો. તસ લાગવાની સ્થિતિમાં પણ આ નિયમ છે અને આ તમને અધિકાર આપે છે કે તમે કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટમાં જઇને ફ્રીમાં પાણી પી શકો છો.  જો તમારે ક્યારેય પણ ટોયલેટની એવી જરૂર પડી જાય તો આમ-તેમ જગ્યા શોધવાની કરતાં તમે જુઓ કે આસપાસ કોઇ રેસ્ટોરેન્ટ અથવા હોટલ છે કે નહી. એવી સ્થિતિમાં આ બંને સારા વિકલ્પ છે. તેનો યૂઝ તમે જરૂર પડતાં ગમે ત્યારે ફ્રીમાં કરી શકો છો. 

શું કહે છે કાયદો
તરસ લાગતાં તમે અહીં પાણી પણ મંગાવીને પી શકો છો. તમારે તેના માટે કોઇ પૈસા ચૂકવવા નહી પડે. આ સુવિધા ફ્રી છે. ઇન્ડીયન સીરીઝ એક્ટ 1887 ના અનુસાર તરસ અથવા પેશાબ લાગે ત્યારે દેશની કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટમાં જઇને તમે વોશરૂમનો ઉપયોગ કરી શકો છો. 

ના પાડે તો લેવામાં આવે છે એક્શન
જો કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટ તમને સુવિધાઓ આપતાં રોકે તો તમે તેના માલિક અથવા કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો. તમારી ફરિયાદના આધારે ઉક્ત હોટલ અને રેસ્ટોરેન્ટના માલિક વિરૂદ્ધ સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે. એટલું નહી, તેમનું લાઇસન્સ પણ કેન્સલ થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news