Tour Package: રામ મંદિરના થઇ ગયા દર્શન, હવે કરો લંકાની તૈયાર, IRCTC એક કરી વ્યવસ્થા
SHRI RAMAYAN YATRA: અયોધ્યામાં રામના દર્શન થઇ ગયા, પરંતુ લંકા વિના રામાયણ પૂર્ણ થઈ શકે નહીં. ભક્તોની આ ભાવનાને ધ્યાનમાં રાખીને સરકારી કંપની IRCTCએ શ્રી રામાયણ યાત્રા નામનું ટૂર પેકેજ શરૂ કર્યું છે. આ યાત્રા 10 માર્ચ 2024થી શરૂ થશે.
Trending Photos
IRCTC Tour Package: 22 જાન્યુઆરીની તારીખ ભારતીય લોકો હંમેશા યાદ રાખશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની સાથે જ ત્યાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. દરરોજ લાખો રામ ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે. આ રામ ભક્તોની ખુશીમાં વધુ વધારો કરવા માટે સરકારી કંપની IRCTC એક શાનદાર પ્લાન લઈને આવી છે. અયોધ્યામાં દર્શન કર્યા બાદ લંકા જવાનો મોકો મળે તો આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે.
Budget 2024: જનતા માટે રાહતના સમાચાર, શું બજેટ પછી સસ્તા થઇ જશે સ્માર્ટફોન!
Heart Attack આવે તે પહેલાં શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણ, બિલકુલ ઇગ્નોર કરશો નહી
રામ ભક્તોની આ ખુશીને વધારવા માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ શ્રી રામાયણ યાત્રા (SHRI RAMAYAN YATRA) પેકેજ શરૂ કર્યું છે. જે ભક્તો, અયોધ્યામાં રામ લલ્લાના દર્શન બાદ લંકા જઇને રામ સાથે જોડાયેલા સ્થળો જોવા માંગો છે, તેઓ IRCTC ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેનું બુકિંગ કરી શકે છે.
શું તમે પણ ઘર-ઓફિસના દરવાજે લીબું-મરચાં લટકાવો છો? કારણ ખબર છે કે પછી દેખાદેખી?
બાપ્પાના 4 હાથ રહે છે આ રાશિના લોકો પર, સંકટ ચોથ પર પુરી કરે છે તમામ મનોકામના
પ્રવાસ કેટલા દિવસ ચાલશે?
IRCTCની વેબસાઈટ અનુસાર શ્રીલંકાનું ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું હશે. આ સમયગાળા દરમિયાન, કોલંબો, કેન્ડી, નેગોમ્બો અને નુઆરા ઇલ્યાના મુખ્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવામાં આવશે. તેમાં ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા એવા ઘણા પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે. આ યાત્રા 10 માર્ચ, 2024ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3થી શરૂ થશે અને પરત આવતા મુસાફરોને પણ અહીં ઉતારવામાં આવશે.
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ
Tajmahal જ નહી, Agra માં જરૂર જુઓ આ Tourist Places, યાદગાર બની જશે સફર
શું-શું સામેલ છે આ પેકેજમાં
આઈઆરસીટીસી (IRCTC) ના આ પેકેજમાં રાઉન્ડ ટ્રીપ ફ્લાઈટ ટિકિટ ઉપરાંત લંકામાં રહેવા માટેનો હોટલ ખર્ચ પણ સામેલ છે. આ ઉપરાંત નાસ્તો, લંચ અને ડિનર પણ આ પેકેજ હેઠળ આપવામાં આવશે. પ્રવાસીઓને શ્રીલંકામાં મુસાફરી કરવા માટે લક્ઝરી બસની સુવિધા મળશે, જ્યારે આ પેકેજ હેઠળ ટુરિસ્ટ ગાઈડ અથવા એસ્કોર્ટ પણ આપવામાં આવશે.
Rules Changes: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો
Bank Holiday in Feb 2024: ફેબ્રુઆરીમાં બેંકો રજાની ભરમાળ, જાણો કેટલા દિવસ રહેશે બંધ
કેટલી હશે પેકેજની કિંમત?
પેકેજની કિંમત વિશે વાત કરીએ તો, એક સિંગલ યાત્રીને સમગ્ર પ્રવાસ માટે 82,700 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ઉપર જણાવેલ તમામ સુવિધાઓનો સમાવેશ થશે. જો કોઈ વ્યક્તિ ડબલ ઓક્યુપન્સી સાથે મુસાફરી કરી રહ્યો હોય તો તેણે વ્યક્તિ દીઠ 65,000 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે જો 3 લોકો એક સાથે મુસાફરી કરી રહ્યા હોય અને એક જ રૂમમાં રહેવા માંગતા હોય તો તેના માટે 63 હજાર રૂપિયાનો ખર્ચ થશે. તેની સાથે એક બાળક પણ છે, જેના માટે અલગ બેડની જરૂર છે, તો તેનો કુલ ખર્ચ 49,500 રૂપિયા થશે, જ્યારે વધારાના બેડ વિના બાળકના પ્રવાસનો ખર્ચ 47 હજાર રૂપિયા થવાનો અંદાજ છે.
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ
વેરાન વિસ્તારમાં પણ ખેતી કરી રળો તગડો નફો, ગંભીર બિમારીઓ માટે રામબાણ છે આ ફળ
કયા ડોક્યૂમેન્ટની પડશે જરૂર
મુસાફરોએ પોતાની સાથે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રાખવા પડશે. આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ અનુસાર, વ્યક્તિ ઓછામાં ઓછી 6 મહિનાની માન્યતા ધરાવતા પાસપોર્ટ સાથે જ શ્રીલંકા જઈ શકે છે. તમામ મુસાફરોએ કોરોના રસીના 2 ડોઝ લેવાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું પડશે. પાસપોર્ટ શ્રીલંકાથી પરત ફર્યાની તારીખથી 6 મહિના માટે માન્ય હોવો જોઈએ.
Vidhara: વનવગડાનું આ ફૂલ એકઝાટકે દૂર કરશે જાતિય નબળાઇ, રોમેન્ટિક બની જશે રાતો
મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે