Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ

Shocking Viral Video: હાલના સમયમાં જંગલી જીવો અને પાલતુ પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. અને નાના પ્રાણી મોટા પ્રાણી પર ભારે પડે છે. અને લોકોને આવા વીડિયો જોવા ખૂબ જ પસંદ આવી રહ્યાં છે.

Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ

Shocking Viral Video: તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક પાલતું બિલાડી ઘરના પાછળના ભાગમાં બહાર આવેલા સાપ સાથે લડતી જોવા મળે છે. બિલાડી ખૂબ જ નિર્ભય પ્રાણી છે. જેઓ મોટાભાગે પોતાના શરીર કરતા અનેક ગણા મોટા જીવો સાથે લડતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આમાં એક બિલાડી સાપ સાથે લડતી જોવા મળે છે. જ્યાં સામાન્ય રીતે ઝેરી અને  ખતરનાક સાપને જોઈને માણસ પણ ડરી જતો હોય છે. માણસની પાસેથી જ્યારે સાપ જાય છે ત્યારે લોકો અચાનક ડરી જતા હોય છે. જ્યારે વીડિયોમાં અચાનક દેખાતા સાપને એક બિલાડી તેનો હિંમતથી મુકાબલો કરે છે. 

વીડિયોમાં બિલાડી સાપને મારે છે મુક્કો
બિલાડી સાપને મુક્કો મારે છે ટ્વિટર પર આ વીડીયો @Artsandcultrનામના એકાઉન્ટ પર મુકવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે બિલાડીઓ ઘરના પાછળના ભાગમાં જોવા મળી રહી છે. જેની સામે એક ખતરનાક ઝેરી સાપ આવે છે, જેને જોઈને બિલાડી પણ સતર્ક થઈ જાય છે જ્યારે હુમલો કરવા માટે સાપ મોં ખોલે છે. ત્યારે બિલાડી સાપને મુક્કો મારી દૂર કરી દે છે. 

— Weird and Terrifying (@Artsandcultr) March 6, 2023

વીડિયોને જોઈને યુઝર્સ રહી ગયા દંગ
વીડિયોમાં ફરી એક વાર સાપ તેનું મોં ખોલે છે. અને પછી બિલાડી સાપના મોં પર બીજો પણ એક જોરદાર મુક્કો મારી દે છે અને તેને દૂર કરી દે છે.  જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો  બિલાડીની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે. અમુક યુઝર્સ બિલાડીને બ્રુસ લી સાથે સરખાવી રહ્યાં છે.

યુઝર્સને ચોંકાવનારો વીડિયો
આ પછી, સાપ ફરી એકવાર તેનું મોં ખોલે છે અને બિલાડી તરફ આગળ વધે છે. પછી બિલાડી સાપના મોં પર બીજો જોરદાર મુક્કો મારીને તેને ફેંકી દે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો બિલાડીને બહાદુર કહી રહ્યા છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે બિલાડી બ્રુસ લીથી પ્રેરિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news