Weather Forecast: ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો! ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ, IMDનું એલર્ટ

Weather Forecast: ઉત્તર ભારત, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી તીવ્ર ઠંડી તેમજ ગાઢ ધુમ્મસની શક્યતા છે.

Weather Forecast: ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો! ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ, IMDનું એલર્ટ

Weather Forecast: દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી ભવિષ્યવાણીમાં આગામી 2થી 3 દિવસ સુધી ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવશે. તાપમાનમાં ઘટાડો આવવાને કારણે કોલ્ડ ડેથી લઈને સીવિયર કોલ્ડ ડેની સ્થિતિ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે.

તેમજ આગામી બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

કયાં રાજ્યોમાં વધશે ઠંડીનો પ્રકોપ?
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં આગામી 2થી 3 દિવસ સુધી કોલ્ડ ડેથી લઈને સીવિયર કોલ્ડ ડેની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ આ રાજ્યોને ધીમે-ધીમે રાહત મળવાની આશા છે. તેના કારણે આ રાજ્યોમાં 8-9 જાન્યુઆરી સુધી ભારે ઠંડી પડવાની સંભાવના છે.

આ રાજ્યોમાં વરસાદની સાથે કરા પડશે
આ સિવાય પશ્ચિમી વિક્ષોભની અસર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો પર પડશે. આ કારણે 8થી 10 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાન અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

5 દિવસ સુધી આ રાજ્યોમાં થશે વરસાદ
દક્ષિણી ભારતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેરલમાં પણ બે દિવસ સુધી ભારે વરસાદ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં હળવા વરસાદની સંભાવના છે. સમુદ્રી વિસ્તાર ખાસ કરીને તમિલનાડુના માછીમારો માટે ખાસ ચેતવણી પણ આપવામાં આવી છે. 

ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢ ધૂમ્મસ રહેવાની સ્થિતિ બનેલી રહેશે. ત્યારબાદ તેમાં ઘટાડો થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news