ગર્ભવતી હાથણી વિનાયકીની દર્દનાક વાર્તા! પ્રત્યક્ષદર્શીઓએ Zee News પર જણાવી સમગ્ર ઘટના
Trending Photos
નવી દિલ્હી: વિનાયકીને લઇને ZEE NEWSનું અભિયાન રંગ લાવ્યું છે. તમારી અને અમારી લડત કામ લાગી છે. આ મામલે કાર્યવાહી થઈ. ZEE NEWSના અભિયાન બાદ વિનાયકીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના વન મંત્રીએ આપી. આ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- #VinayakiKeSathDesh: પલક્કડ અને મલ્લપુરમની લડાઈમાં ગૂંચવાઈ 'વિનાયકી', કેમ થઈ રહ્યું છે ધાર્મિક વિભાજન?
કેરળમાં વિનાયકીને ન્યાય અપાવવા માટે ZEE NEWSની ટીમનું ગ્રાઉન્ડ ઝીરોથી સૌથી મોટું કવરેજ-
25 મે- સવારે હાથણી વેલિયાર નદીના થય્યમકૂંડ વિસ્તારમાં જોવા મળી હતી. ખુબ ઇજાગ્રસ્ત અવસ્થામાં હતી. હાથણી પીડાથી તડપી રહી હતી. ગ્રામજનોએ વન અધિકારીઓને ફોન કર્યો અને જાણકારી આપી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યારે હાથણીની તપાસ કરવામાં આવી ત્યારે તેનું જડબું ઇજાગ્રસ્ત હતું. તેને પીડા થઈ રહી હતી. સૌથી રહેલા વન અધિકારીઓએ ઘંટ વગાડી અને નદી કિનારે આગ લગાવી હાથણીને જંગલમાં ભગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દર્દથી પીડાઈ રહેલી હાથણી ત્યાં જ ઉભી રહી હતી. તે રાત્રે હાથણી નદી પાર કરી ગામ તરફ વધી રહી હતી પરંતુ તે પાણીમાં પાછી ફરી હતી.
26 મે- ગ્રામજનોના જણાવ્યા અનુસાર 26 મે સવારે 4 વાગ્યે હાથણી ફરીથી વેલિયાર નદીમાં જોવા મળી હતી. સવારે 8 વાગ્યા સુધીમાં ગ્રામજનો અને અધિકારીઓ ત્યાં ભેગા થઈ ગયા હતા. ગ્રામજનોએ વન અધિકારીઓને દબાણ કર્યું કે, ડોક્ટરને બોલાવો અને હાથણીની સારવાર કરાવો. લાંબા સમય પછી બપોરે 1:30 વાગ્યે હાથણીની સારવાર માટે વેટેનરી ડોક્ટરને બોલાવવામાં આવ્યો. ગ્રામજનોએ જણાવ્યું કે, ડોક્ટર 60 કિમી દૂર પલક્કડથી આવ્યો હતો. પરંતુ ડોક્ટર કોઈ સારવાર કર્યા વગર પાછો ગયો, તેવો દાવો ગ્રામજનોએ કર્યો હતો.
પ્રત્યક્ષદર્શી સમીરે જણાવ્યું કે, ડોક્ટર બેભાન શૂટિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ હાથણી ખૂબ જ નબળી સ્થિતિમાં હતી. તેથી ડોક્ટરે બેભાન કરવા માટે શૂટીંગ ગનનો ઉપયોગ કર્યો ન હતો. ગ્રામજનોએ એમ પણ જણાવ્યું હતું કે હાથણીને નાળિયેરમાં ફટાકડા આપવામાં આવ્યા હતા અને આ ઘટના મૃત્યુના 14-20 દિવસ પહેલા બની હતી.
27 મે- હાથણી સતત પીડાતી રહી. હાથણી મદદની રાહ જોઈ રહી હતી પરંતુ હજી કોઈ મદદ મળી નથી. બપોરે 1:30 વાગ્યે બે કુશળ હાથીઓને બચાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડુ થઈ ગયું હતું. સાંજે 4: 15 કલાકે હાથણીએ દમ તોડ્યો.
28 મે- વેલિસાર નદીથી 12 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં વેટેનરી ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, અને હાથણીને દફનાવવામાં આવી હતી. વેલિયાર નદીથી ગ્રામીણ ક્રેનની સહાયથી હાથણીને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા.
ગ્રામજનોએ પણ આ કેસમાં કેટલાક નવા ખુલાસા કર્યા છે. પોલીસે વેલિયાર નદીથી લગભગ 4 કિલોમીટર દૂર ચૈલિક્કલમાં વિસેન્ટ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. તે અહીં કેળાની ખેતી કરે છે. પ્રત્યક્ષસાક્ષી સમિરે જણાવ્યું હતું કે, ચૈલિક્કલમાં આ કેળાના ખેતરમાં નાળિયેરમાં ફટાકડો હતો અને તેના કારણે હાથણીને ઈજા થઈ હતી. અહીં સમિરે એ પણ જણાવ્યું કે, આ જમીનનો સાચો માલિક કોઈ કુંજાની ઓપી છે, જે આ ઘટનાથી તેના પુત્ર મનુ ઓપી સાથે ફરાર છે. આ બંનેનું સાચું નામ કોઈને ખબર નથી.
મન્નારકાડના સ્થાનિક પત્રકાર જયપ્રકાશે Zee News સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દાણચોરી ઘણી થાય છે. ઘણા હાથીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સરકાર આ અંગે ગંભીર નથી.
સમય જતાં, હાથણીને બચાવી શકાતી હતી, જો સારવાર પૂરી પાડવામાં આવતી. પરંતુ તે સરકારની નિષ્ફળતા છે કે એક નિર્જીવ પ્રાણી ઘણા દિવસોથી પીડાઈ રહ્યું હતું પરંતુ મદદ મળી શકી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે