Video: આ મુખ્યમંત્રીના બહેન પહાડી મંદિરની બહાર ચા વેચતા જોવા મળ્યા, સાદગીને સૌ કરી રહ્યા છે નમન
વાત જાણે એમ છે કે એક પર્યટકે કાચા પહાડી રસ્તા અને પછી દુર્ગમ પગપાળા માર્ગથી થતા માતાના મંદિર સુધી જવાનો વીડિયો બનાવ્યો. જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ આ વીડિયો શેર કર્યો.
Trending Photos
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગણતરી દેશના પ્રમુખ રાજનેતાઓમાં થાય છે. ઉત્તરાખંડના આંતરીયાળ પહાડી વિસ્તારમાં વસેલા તેમના ગામ અને પરિવારની ચર્ચા પણ ખુબ થતી હોય છે. તેમના નાની બહેન પણ ચર્ચામાં રહેતા હોય છે જેઓ એક ચાની એક નાનકડી દુકાન ચલાવે છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જે કેટલાક પર્યટકોએ માતાના દર્શન દરમિયાન બનાવેલો છે.
જૌનપુરની કેરાકટ સીટથી પૂર્વ વિધાયક દિનેશ ચૌધરીએ વીડિયો શેર કરતા લખ્યું કે કેટલાક દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા. તમને શું ખબર કે આટલા દુર્ગમ રસ્તાઓ પર આવતા સ્થાન પર દેશના શક્તિશાળી નેતાઓમાંથી એક એવા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજના સગા બહેન એક નાનકડી ચાની દુકાન ધરાવતા મળી જશે.
તેમણે લખ્યું કે પર્યટકોએ આ ઘટનાક્રમનો વીડિયો બનાવ્યો અને સમગ્ર વિગતો શેર કરી. વિગતો જોયા અને સમજ્યા બાદ અંતર્મનમાં પીડા પણ છે. તો બીજી બાજુ એ પણ સમજમાં આવી રહ્યું છે કે ખરેખ ઉત્તર પ્રદેશના લોકોનું, આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે જે યુપીને એક વાસ્તવિક કર્મયોગી સ્વરૂપે આદરણીય યોગી આદિત્યનાથજી મહારાજ જેવા સંત મુખ્યમંત્રી મળ્યા છે.
कुछ दर्शनार्थी गए थे माता जी का दर्शन करने और उन्हें क्या पता था कि इतनी दुर्गम रास्तों से जाने वाले स्थान पर एक छोटी सी चाय की टपरी लगाए हुए देश के शक्तिशाली नेताओं में से एक उत्तर प्रदेश के यशश्वी मुख्यमंत्री आदरणीय @myogiadityanath जी महाराज की सगी बहन उन्हें मिल जाएंगी।
1/3 pic.twitter.com/JSWfv3fyU4
— Dinesh Chaudhary (@dineshbjp09) July 2, 2023
વાત જાણે એમ છે કે એક પર્યટકે કાચા પહાડી રસ્તા અને પછી દુર્ગમ પગપાળા માર્ગથી થતા માતાના મંદિર સુધી જવાનો વીડિયો બનાવ્યો. તેમણે દેખાડ્યું કે મંદિરની બહાર જે મહિલા માતા ભુવનેશ્વરી પ્રસાદ ભંડાર નામથી નાનકડી ચાની દુકાન ચલાવે છે. તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથના બહેન છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આવા મુખ્યમંત્રીના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ. તમે બધા આ આખો વીડિયો જુઓ અને તમારો અભ્રિપાય ચોક્કસ આપો.
યોગી આદિત્યનાથ સન્યાસી જીવનમાં આવતા પહેલા માતા પિતા અને ભાઈ બહેનો સાથે રહેતા હતા. યોગી આદિત્યનાથના સાત ભાઈ બહેન છે. યોગીથી નાના બહેન શશીએ લગ્ન બાદ પતિ પૂરણસિંહ સાથે મળીને ચર્ચિત માતા પાર્વતીના મંદિરની પાસે જ ફૂલ અન પ્રસાદની દુકાન ખોલી. શશના ગામ કુઠારથી થોડે દૂર નીલંકઠ મહાદેવ અને માતા પાર્વતીનું મંદિર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે