Uttarakhand માં ભારે ઉથલપાથલ, ત્રિવેન્દ્રસિંહ રાવત ફરી બની શકે છે CM, રેસમાં આ નેતાઓ પણ સામેલ

ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે?

Uttarakhand માં ભારે ઉથલપાથલ, ત્રિવેન્દ્રસિંહ રાવત ફરી બની શકે છે CM, રેસમાં આ નેતાઓ પણ સામેલ

નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે? ઉત્તરાખંડમાં હાલ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ છે. આજે બપોરે 3 વાગે ભાજપ વિધાયક દળની એક મહત્વની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં હાલના વિધાયકોમાંથી જ કોઈ એક નેતાની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરાશે. આ બેઠકમાં ઉત્તરાખંડના નવા સીએમના નામની જાહેરાત થશે અને આજે જ શપથગ્રહણ થાય તેવું કહેવાઈ રહ્યું છે. 

ભાજપની વિધાયક દળની આ બેઠકમાં પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ સામેલ થશે. તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવાની પાર્ટી તરફથી સૂચના અપાઈ છે. પાર્ટીના મીડિયા પ્રભારી મનવીર સિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થશે. આ બાજુ મદન કૌશિકે કહ્યું કે બપોરે 3 વાગે વિધાયક દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી થશે. ત્યારબાદ અમે રાજ્યપાલ પાસે જઈશું. બની શકે કે સીએમ તરીકે વિધાયકોમાંથી જ કોઈ એકની પસંદગી થાય. 

કોણ બનશે સીએમ?
ભાજપના સૂત્રોના હવાલે એવા પણ ખબર છે કે ઉત્તરાખંડમાં આ વખતે કોઈ અનુભવી ચહેરાને કમાન સોંપવામાં આવી શકે છે. આ વખતે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઉત્તરાખંડને સરપ્રાઈઝ પણ આપી શકે છે. આ બધા વચ્ચે જે નામો ખાસ કરીને ચર્ચામાં છે તેમાં સતપાલ મહારાજ, ધનસિંહ રાવત અને બિશન સિંહ ચુફાલ છે. 

ત્રિવેન્દ્ર સિંહ રાવતનું પણ નામ આવ્યું સામે
પાર્ટી નેતાઓના એક સમૂહે પૂર્વ મુખ્યમંત્રી અને ડોઈવાલાથી વિધાયક ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નામ પણ સૂચવ્યું છે. તેમનો તર્ક છે કે જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે તો આવા સમયે કોઈ નવા ઉમેદવાર પર દાવ લગાવવાની જગ્યાએ ત્રિવેન્દ્ર સિંહ રાવતને આ પદની જવાબદારી સોંપવી યોગ્ય રહેશે. કારણ કે તેમની પાસે રાજ્યના મુદ્દાઓ સંભાળવાનો અનુભવ છે. 

આ બાજુ પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે તીરથ સિંહ રાવતે રાજીનામું આપ્યું નથી. બંધારણીય સંકટના કારણે આમ બન્યું. અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કારણે પેટાચૂંટણી ટળી છે. વિધાયકોની બેઠકમાં આજે નવા સીએમની પસંદગી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news