ખેલાડીઓ સાથે આવું વર્તન? ટોઈલેટમાં રાખેલું અધકચરું ભોજન પીરસાયું, જુઓ આઘાતજનક Video
Food served to players inside toilet: ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક અત્યંત શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ માટે બનેલું ભોજન એક ટોઈલેટમાં રાખી દેવામાં આવ્યું હતું. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમના શૌચાલયમાં રાંધેલા ભાત એક મોટી પ્લેટમાં મૂકેલા જોવા મળે છે.
Trending Photos
Food served to players inside toilet: ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક અત્યંત શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ માટે બનેલું ભોજન એક ટોઈલેટમાં રાખી દેવામાં આવ્યું હતું. વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમના શૌચાલયમાં રાંધેલા ભાત એક મોટી પ્લેટમાં મૂકેલા જોવા મળે છે. આ મામલો રાજધાની લખનઉ સુધી પહોંચી ગયો છે અને તેની તપાસ માટે ટીમ બનાવામાં આવી છે.
ટોઈલેટમાં રાખ્યું ભોજન
સહારનપુરમાં ત્રણ દિવસની રાજ્યસ્તરીય અંડર-17 ગર્લ્સ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું અને સ્વિમિંગ પૂલ પરિસરના શૌચાલયમાં રાખી દેવાયું. આ ભોજન ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા લગભગ 200 ખેલાડીઓને પીરસવામાં આવ્યું.
सहारनपुर से सामने आई शर्मनाक तस्वीर, टॉयलेट में रखा गया खिलाडियों का खाना #UttarPradesh #Saharanpur pic.twitter.com/RiBgIAs1B6
— Zee News (@ZeeNews) September 20, 2022
અધકચરું ભોજન પીરસવામાં આવ્યું
એટલું જ નહીં ખેલાડીઓને જે ભાત પીરસવામાં આવ્યા તે અધકચરા એટલે કે અડધા કાચા હતા. આ સાથે જ ખેલાડીઓને અપાયેલા ભોજનની ક્વોલિટી પણ સારી નહતી. સમગ્ર ભોજન સ્વીમિંગ પૂલ પાસ તૈયાર કરાયું હતું અને દાળ, શાક તથા ભાત કાચા હતા. આ સમગ્ર મામલાનો કોઈએ વીડિયો બનાવ્યો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે