રામ મંદિર મારુ સપનું છે, તેના માટે હું સંપૂર્ણ મદદ કરવા તૈયાર છું: ઉમા ભારતી
દિલ્હીમાં સંતોની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપની ફાયરબ્રાંડ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ રામ મંદિરના નિર્માણને લઇ સંપૂર્ણ મદદ કરાવનું આશ્વાસન આપ્યું છે. શનિવારે ઉમા ભારતીએ કહ્યું ‘હું રામ જન્મભૂમિ આંદોલનમાં શામેલ છું. તેની સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી અત્યારે પણ ચાલી રહી છે. મને તેના પર ગર્વ છે.’ તેમણે કહ્યું કે રામ મંદિર મારૂ સપનું છે, તેના માટે મારા તરફથી જે મદદની અવશ્યક્તા હશે, તે હું કરવા માટે તૈયાર છું.’
વાંચવા માટે ક્લિક કરો: રાજસ્થાનમાં બોલ્યા સીએમ યોગી, ભગવાન રામના નામનો દીવો સળગાવો, કામ જલ્દી થશે
ત્યારે દિલ્હીમાં સંતોની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિરનો પાયો નાખવામાં આવશે. કેમ કે 6 ડિસેમ્બરના દિવસે જ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે અયોધ્યાની અંદર હિન્દુસ્તાનના હિન્દુઓને બોલાવવમાં આવે અને રામ મંદિરના નિર્માણની જાહેરતા કરવામાં આવે. રામ મંદિર માટે કોઇની જરૂર નથી, આ કામ સ્વયં થઇ જશે.
તમને જણાવી દઇએ કે, સુપ્રિમ કોર્ટ દ્વારા રામ મંદિર મામલે સુનાવણી જાન્યુઆરી સૂધી ટાળી દેવામાં આવી છે જેના કારણે સંતોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોર્ટના નિર્ણય બાદ જ સંતોની ધરીજનો બાંધ ટૂટી ગયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેન્દ્ર ગીરીનું કહેવું છે કે રામ મંદિર વિવાદના નિર્ણયને લઇ સુપ્રીમ કોર્ટ પાસેથી હવે કોઇ આશા રહી નથી.
વાંચવા માટે ક્લિક કરો: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી
શનિવારે બીકાનેર પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યામાં રામ મંદિર બનાવવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે રામ મંદિરને લઇ સપનું સાકાર કરવાનો હવે સમય આવી ગયો છે. દિવાળીથી આ દિશામાં કામ આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે દિવાળીમાં અયોધ્યમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે ભગવાન રામના નામ પર એક-એક દીપક જરૂરથી સળગાવજો.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇ શનિવારે યોગ ગુરૂ રામદેવે પણ નિવેદન આપ્યું છે. રામદેવે શનિવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘જો કોર્ટના નિર્ણયમાં વિલંબ થાય તો સાંસદમાં તેનું બીલ જરૂર આવશે, આવવું જ જોઇએ.’ રામ જન્મભૂમી પર રામ મંદિર નહીં બને તો ત્યાં કોનું મંદિર બનશે? રામદેવે કહ્યું કે સંતો અને રામભક્તોએ સંકલ્પ કર્યો છે, હવે તો રામ મંદિરમાં વિલંબ થશે નહીં. મને લાગે છે કે આ વર્ષે સારા સમાચાર દેશને મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે