પ્રયાગરાજ: IFFCO પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજથી 2 અધિકારીના મૃત્યુ, 18ની હાલત ગંભીર
પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મોડી રાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો.
Trending Photos
પ્રયાગરાજ: પ્રયાગરાજના ફુલપુર ખાતે આવેલા ઈફ્કો IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) પ્લાન્ટમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી. અમોનિયા ગેસ લીકેજના કારણે બે અધિકારીઓ વી પી સિંહ અને અભયનંદનનો આ દુર્ઘટનામાં ભોગ લેવાયો. ગેસ લીકેજના કારણે ઈફ્કોમાં તૈનાત 18 કર્મચારીઓની તબિયત બગડી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. યુરિયા ઉત્પાદન કરતી આ કંપનીના પ્લાન્ટમાં પમ્પ લીકેજના કારણે ગેસ લીક થયો હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લગભગ 11 વાગે ફુલપુર ઈફ્કોના પી-1 યુનિટમાં અમોનિયા ગેસ લીકેજ શરૂ થયો. ત્યાં હાજર અધિકારી વી પી સિંહ લીકેજ અટાકવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા. પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારબાદ તેમને બચાવવા માટે અધિકારી અભયનંદન પહોંચ્યા. તેઓ પણ ઝપેટમાં આવી ગયા. આ બંને ઓફિસરોને ત્યાં હાજર અધિકારીઓએ બહાર કાઢ્યા.
Two persons have died in a gas leakage at IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) plant in Phoolpur. A plant unit has been closed. The gas leakage has stopped now: Prayagraj DM Bhanu Chandra Goswami
— ANI UP (@ANINewsUP) December 23, 2020
જો કે આ દરમિયાન અમોનિયા ગેસ લીકેજ સમગ્ર યુનિટમાં ફેલાઈ ચૂક્યો હતો અને ત્યાં હાજર 18 કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ચૂક્યા હતા. જે ગેસના કારણે બેહોશ થઈ ગયા. ઘટનાસ્થળે પહોંચેલા એક્સપર્ટે સ્થિતિને કંટ્રોલમાં લીધી.
પ્રયાગરાજના ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ઈફ્કોમાં ગેસ લીકેજના કારણે બે અધિકારીઓના મોત થયા છે. પ્લાન્ટને હાલ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ગેસ લીકેજ અત્યારે બંધ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે