પાકિસ્તાનમાં ભૂલથી મિસાઇલ ફાયર કરનાર વાયુસેનાના ત્રણ અધિકારી બરતરફ

વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું, એક બ્રહ્મોસ મિસાઇલ ભૂલથી 9 માર્ચ 2022માં છોડવામાં આવી હતી. ઘટના માટે જવાબદાર ત્રણ અધિકારીઓની સેવાને તત્કાલ પ્રભાવથી સમાપ્ત કરી દેવામાં આવી છે. 

પાકિસ્તાનમાં ભૂલથી મિસાઇલ ફાયર કરનાર વાયુસેનાના ત્રણ અધિકારી બરતરફ

નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચ મહિનામાં ભારત તરફથી બ્રહ્મોસ મિસાઇલ ભૂલથી પાકિસ્તાનમાં જઈ પડી હતી. આ મામલાની સંવેદનશીલતા જોતા ભારતે મુદ્દેને ગંભીરતાથી લીધો હતો. આ મામલામાં તપાસ કરાવવામાં આવી અને હવે દોષી સાબિત થયેલા ત્રણ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે આ ત્રણેયની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ 23 ઓગસ્ટ 2022ના જારી કરવામાં આવ્યો છે. આ મામલામાં પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ભારતે આશ્વાસન આપ્યું હતું કે મામલાની વિસ્તૃત તપાસ કરાવવામાં આવશે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિયન એરફોર્સે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, 9 માર્ચ 2022ના બ્રહ્મોસ મિસાઇલ મિસ ફાયર કેસની પ્રાથમિક તપાસમાં ત્રણ અધિકારીઓ જવાબદાર છે. કેન્દ્ર સરકારે આ ત્રણેય અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. તેને નોકરીમાંથી બરતરફનો આદેશ 23 ઓગસ્ટ 2022થી લાગૂ થઈ ગયો છે. 

નિયમોનું ઉલ્લંઘન કરવા પર જે ત્રણ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યો છે તેમાં એક ગ્રુપ કેપ્ટન, એક વિંગ કમાન્ડર અને એક સ્ક્વાડ્રન લીડર સામેલ છે. એરફોર્સ પ્રમાણે આ અધિકારીઓએ નક્કી નિયમોનું ઉલ્લંખન કર્યું જેના કારણે આ મિસાઇલ ભૂલથી ફાયર થઈ ગઈ હતી. પરંતુ રાહતની વાત તે રહી કે પાકિસ્તાનમાં જે જગ્યાએ આ મિસાઇલ પડી ત્યાં કોઈ નુકસાન પહોંચ્યું નહીં.

9 માર્ચ 2022ના સાંજે લગભગ 7 કલાકે ઉત્તર ભારતના એરફોર્સ બેઝથી આ મિસાઇલ290 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં પડી હતી. ઘટના બાદ એરફોર્સે તત્કાલ હાઈ લેવલ તપાસના આદેશ આપ્યા હતા. આ મામલાની તપાસનું પરિણામ સામે આવ્યા બાદ દોષી ત્રણ અધિકારીઓની સેવા સમાપ્ત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news