Jammu Kashmir News: શ્રીનગરમાં આતંકીઓએ સેલ્સમેનની ગોળી મારી હત્યા કરી, 24 કલાકમાં બીજી ઘટના
Jammu Kashmir News: શ્રીનગરમાં આજે એકવાર ફરી આતંકીઓએ કાયરાના હરકતને અંજામ આપ્યો છે. આતંકીઓએ બોહરી કદલ વિસ્તારમાં એક સેલ્સમેનની ગોળી મારી હત્યા કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Jammu Kashmir News: શ્રીનગરમાં આતંકીઓએ ફરી સામાન્ય નારગિકને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ સોમવારે કાશ્મીરી પંડિતની દુકાનમાં કામ કરનાર સેલ્સમેનની ગોળી મારી હત્યા કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ બાંદીપુરા જિલ્લાના નિવાસી મોહમ્મદ ઇબ્રાહિમને બોહરી કદલમાં રાત્રે આઠ કલાક આસપાસ ગોળી મારી હતી.
તેમણે જણાવ્યું કે, પાસના મહારાજગંજ વિસ્તારમાં સેલ્સમેન તરીકે કામ કરનાર ખાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, સુરક્ષાદળોએ હુમલો કરનારની માહિતી મેળવવા માટે ઘેરાબંધી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
#UPDATE | Victim succumbed to his injuries. Police has registered a case under relevant sections of law. Crime scene has been cordoned off; investigation underway: J&K Police
— ANI (@ANI) November 8, 2021
સેલ્સમેનની હત્યાની જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ નિંદા કરી છે. તેમણે કહ્યું- ઇબ્રાહિમની હત્યા નિંદનીય છે. દુર્ભાગ્યથી ઇબ્રાહિમ ઘાટીમાં ખાસ કરીને શ્રીનગરમાં લક્ષિત હત્યાઓની એક સિરીઝમાં નવીનતમ છે. અલ્લાહ તેને જન્નતમાં જગ્યા આપે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સપ્તાહથી આતંકી ઘટનાઓમાં તેજી આવી છે. રવિવારે બટમાલૂ વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે રાત્રે આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસીફ અહમદ પર બટમાલૂ સ્થિત એસડી કોલોનીમાં તેમના આવાસની પાસે ગોળીઓ ચલાવી હતી.
ઓક્ટોબર મહિનામાં 12 જવાન આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા. આતંકીઓએ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવ્યા અને 13 લોકોના મોત થયા છે. તેમાં બિઝનેસમેન, મજૂર અને શિક્ષક સામેલ છે. તો સુરક્ષાદળોએ 20 આતંકીઓને ઠાર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે