Abrogation of Article 370: કલમ 370 હટાવવા પર 'સુપ્રીમ'ની મહોર, J&K-લદાખ, ચૂંટણી....જાણો ચુકાદાની મહત્વની વાતો
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. સોમવારે ચુકાદો આપતા કોર્ટે સ્વીકાર્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.
Trending Photos
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. સોમવારે ચુકાદો આપતા કોર્ટે સ્વીકાર્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી. એટલે કે કામચલાઉ વ્યવસ્થા હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ સભાની ભલામણો રાષ્ટ્રપતિ પર બાધ્ય નહતી. કલમ 370નું અસ્તિત્વ સમાપ્ત થવાનું નોટિફિકેશન બહાર પાડવાની રાષ્ટ્રપતિની શક્તિ જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના ભંગ થયા બાદ પણ જળવાઈ રહે છે. ચુકાદામાં કહ્યું કે આ કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણય પર અપીલ પર વિચાર ન કરી શકે કે કલમ 370 હેઠળ વિશેષ પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે કે નહીં.
Supreme Court says it has held that Article 370 is a temporary provision. https://t.co/bW9fF268nM
— ANI (@ANI) December 11, 2023
3 ચુકાદા
5 જજોની બંધારણીય પીઠે 3 ચુકાદા આપ્યા છે. ચીફ જસ્ટિસ ડી વાય એસ ચંદ્રચૂડના નેતૃત્વમાં આ બંધારણીય પીઠે ચુકાદો આપ્યો. પીઠમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત પણ હતા. સીજેઆઈ, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતે એક સરખો ચુકાદો આપ્યો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ કે કૌલે અલગ મત રજૂ કર્યો. આ ચુકાદાની મહત્વી વાતો ખાસ જાણો.....
- સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2018માં જમ્મુ કાશ્મીરમાં લગાવવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્યતા પર ચુકાદો આપવાનો ઈન્કાર કર્યો. SC એ કહ્યું કે તેને અરજીકર્તાઓ દ્વારા વિશેષ રીતે પડકારવામાં આવ્યો નહતો.
- સીજેઆઈએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય છે ત્યારે રાજ્યોમાં સંઘની શક્તિઓ પર મર્યાદા હોય છે. કલમ 356 હેઠળ શક્તિના પ્રયોગનું યોગ્ય કારણ હોવું જોઈએ.
- સીજેઆઈએ કહ્યું કે બંધારણીય વ્યવસ્થાએ એ સંકેત નથી આપ્યો કે જમ્મુ અને કાશમીરે સંપ્રભુતા યથાવત રાખી છે. જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન અંગ બની ગયું. તે ભારતના બંધારણની કલમ 1 અને 370થી સ્પષ્ટ છે.
Article 370 matter: Supreme Court holds that Jammu and Kashmir became an integral part of India as evident from Articles 1 and 370 of the Constitution of India pic.twitter.com/tUftDj8AVM
— ANI (@ANI) December 11, 2023
- કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે. એટલે કે કામચલાઉ વ્યવસ્થા છે.
- સીજેઆઈએ કહ્યું કે કલમ 370(3) હેઠળ રાષ્ટ્રપતિની નોટિફિકેશન જારી કરવાની શક્તિથી કલમ 370નું અસ્તિત્વ સમાપ્ત થાય છે. જમ્મુ અને કાશ્મીર બંધારણીય સભાના વિઘટના બાદ પણ આ શક્તિ યથાવત રહે છે.
સીજેઆઈએ કહ્યું કે અમને એ નિર્ધારિત કરવાનું જરૂરી નથી લાગતું કે જમ્મુ કાશ્મીરનું UT માં પુર્નગઠન કરવું કાયદેસર છે કે નહીં. કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે લદાખના પુર્નગઠનને યથાવત રાખવામાં આવે છે. કારણ કે કલમ 3 રાજ્યના એક ભાગને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની મંજૂરી આપે છે.
- સીજેઆઈએ કહ્યું કે અમને નથી લાગતું કે રાષ્ટ્રપતિની શક્તિનો ઉપયોગ દુર્ભાવનાપૂર્ણ હતો. અમે રાષ્ટ્રપતિની શક્તિના પ્રયોગને માન્ય ગણીએ છીએ.
Supreme Court holds that the power of the President to issue a notification that Article 370 ceases to exist subsists even after the dissolution of the J&K Constituent Assembly pic.twitter.com/2BXPCO2CMo
— ANI (@ANI) December 11, 2023
- સીજેઆઈએ કહ્યું કે એ સવાલ ખુલ્લો છે કે શું સંસદ કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી શકે છે.
- અમે નિર્દેશ આપીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવામાં આવે. રાજ્યનો દરજ્જો જલદી બહાલ કરવામાં આવે.
Supreme Court says concurrence of the State government was not required to apply all provisions of the Constitution using Article 370(1)(d). So, the President of India taking the concurrence of the Union government was not malafide.
— ANI (@ANI) December 11, 2023
- કલમ 367નો ઉપયોગ કરીને કલમ 370માં સંશોધન મામલે જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે, મે કહ્યું છે કે જયારે કોઈ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવે તો તેનું પાલન કરવું પડશે. પાછલા દરવાજે સંશોધનની મંજૂરી નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની પોઈન્ટ ટુ પોઈન્ટ વાતો
1. આર્ટિકલ 370 મામલે કુલ ત્રણ નિર્ણય આવ્યા
2. સંવિધાન પીઠના ત્રણ જસ્ટિસ એક જ નિર્ણય પર આવ્યા
3. જસ્ટિસ સંજીવ ખન્નાનો અલગ નિર્ણય આવ્યો
4. જસ્ટિસ કૌલનો આર્ટિકલ 370 મામલે અલગ નિર્ણય
5. CJI, જસ્ટિસ ગવઈ, જસ્ટિસ સૂર્યકાંતનો નિર્ણય એકસરખો
6. ત્રણ જજમેન્ટ આવશે પરંતુ નિષ્કર્ષ એક જ છેઃ CJI
7. રાષ્ટ્રપતિ શાસન પર નિર્ણય આપવાનો ઈનકારઃ CJI
8. 2018ના કાયદાકીય નિર્ણયમાં દખલનો સુપ્રીમનો ઈનકાર
9. સરકારના નિર્ણયની યોગ્યતા મામલે દખલનો સુપ્રીમનો ઈનકાર
10. આર્ટિકલ 356ની શક્તિને પકડારી ન શકાયઃ CJI
11. રાજ્યની જગ્યાએ કેન્દ્ર નિર્ણય લઈ શકે છેઃ CJI
12. કેન્દ્રના દરેક નિર્ણયને પડકારવથી અરાજકતા ફેલાઈ શકેઃ CJI
13. વિલય બાદ જમ્મૂ-કશ્મીર સંપ્રુભ રાજ્ય નથીઃ CJI
14. જમ્મૂ-કશ્મીર ભારતનું અભિન્ન અંગ છેઃ CJI
15. ભારતનું સંવિધાન જમ્મૂ-કશ્મીરના સંવિધાનથી ઉંચું: CJI
16. જમ્મૂ-કશ્મીરમાં ભારતનું સંવિધાન ચાલશેઃ CJI
17. આર્ટિકલ 370 કામચલાઉ વ્યવસ્થા હતીઃ CJI
18. વિલય સાથે જમ્મૂ-કશ્મીરનો ખાસ દરજ્જો ખતમ થયોઃ CJI
19. યુદ્ધની સ્થિતિમાં આર્ટિકલ 370 કામચલાઉ વ્યવસ્થા હતીઃ CJI
20. કેન્દ્રનો નિર્ણય બંધારણના દાયરામાં: CJI
21. 5 ઓગસ્ટ 2019નો નિર્ણય યથાવત રહેશેઃ સુપ્રીમ કોર્ટ
22. આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતોઃ સુપ્રીમ કોર્ટ
23. સરકારે સારી ભાવનાથી કામ કર્યું: સુપ્રીમ કોર્ટ
24. રાષ્ટ્રપતિ પાસે કલમ 370 પર નિર્ણય લેવાની સત્તાઃ સુપ્રીમ કોર્ટ
25. કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો
26. કલમ 370 હટાવવાના નિર્ણય પર સુપ્રીમની મહોર
27. કલમ 370 હટાવાયાના 4 વર્ષ અને 4 મહિના બાદ નિર્ણય
28. જમ્મૂ-કશ્મીરમાં જલ્દી ચૂંટણી કરાવોઃ સુપ્રીમ કોર્ટ
29. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઘાટીમાં ચૂંટણી કરાવવાની રહેશે
30. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય યથાવત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે