મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે કોર્ટે પૂછ્યું- મક્કા-મદિનામાં શું નિયમ છે?
મુસ્લિમ મહિલાઓને નમાજ અદા કરવા માટે મસ્જિદમાં પ્રવેશની માગને લઇને દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: મુસ્લિમ મહિલાઓને નમાજ અદા કરવા માટે મસ્જિદમાં પ્રવેશની માગને લઇને દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે. મંગળવારે કરવામાં આવેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, મુંબઇની હાઝી અલી દરગાહમાં તો મહિલા જાય છે, જેના પર અરજીકર્તાએ કહ્યું કે, હવે દેશમાં ઘણી એવી મસ્જિદ છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. કોર્ટે એ પણ પૂછ્યું કે મહિલાઓને મસ્જિદમાં એન્ટ્રીમાં મક્કા-મદીનામાં શું નિયમ છે?
જસ્ટિસ બોબડેએ કહ્યું કે, શું મૂળભૂત બંધારણીય સમાંતરણ કોઇ ખાસ પર લાગુ થાય છે? શું મંદિર અને મસ્જિદ સરકારના છે? તેને થર્ડ પાર્ટી ચલાવે છે. જેમ તમારા ઘરમાં કોઇ આવવા ઇચ્છે તો તમારી મંજૂરી જરૂરી છે. તેમાં સરકાર ક્યાંથી આવી ગઇ?
અરજીમાં તેને ગણાવ્યું ગેરબંધારણીય
યાસમીન ઝુબેર અહમદ પીરઝાદે અને ઝૂબેર અહમદ નઝીર અહમદ પીરઝાદે નામના એક મુસ્લિમ કપલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને આ મુદ્દે જરૂર માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરી છે. અરજીમાં આઆ પરંપરાને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવવાનો આગ્રહ કર્યો છે.
મહિલાઓની સાથે થઇ રહ્યો છે ભેદભાવ: અરજીકર્તા
અરજીમાં મહિલાઓના પ્રવેશ અને નમાજ અદા કરવા પર લાગેલા પ્રતિબંધને ભેદભાવપૂર્ણ ગણાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધને ગેરબંધારણીય ગણવામાં આવે કેમકે, આ પ્રતિબંધ ગેરબંધારણીય ચે અને આર્ટિકલ 14, 15, 21, 25, અને 29ની વિરૂદ્ધ છે. તમને જણાવી દઇએ કે, સુન્ની મસ્જિદમાં મહિલાઓને પ્રવેશ કરવા તેમજ નમાજ અદા કરવા પર પ્રતિબંધ છે. આ ત્યારથી છે જ્યારે મોહમ્મદ સાહેબના દોરમાં મહિલાઓને મસ્જિદમાં પ્રેવશ કરી નમાજ પઢવાની ઇજાજત આપી હતી. દેશમાં દિલ્હીની જામા મસ્જિદ સહિત ઘણી મસ્જિદોમાં મહિલાના પ્રવેશને અનુમતિ છે, પરંતુ તેઓ પુરૂષોની જેમ સમાન લાઇનમાં બેસીને નમાજ પઢી શકતી નથી.
તેમણે નમાજ પઢવા માટે હમેશા અલગ સ્થાન આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓ મગરિબના બાદા પણ મસ્જિદમાં નમાજ પઢી શકતી નથી. ઉલ્લેખનીય છે કે કેરળની સબરીમાલામાં માસિક ધર્મથી પસાર થતી હિન્દુ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યા બાદ જ મુસ્લિમ મહિલાઓએ મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અને નમાજ અદા કરવાની મુહિમ છેડવાના સંકેત આપ્યા હતા. કેરળની સમાજિક કાર્યકર્તા વીપી ઝુહરાનું કહેવું હતું કે, આ પ્રતિબંધ મહિલાઓના નૈતિક અધિકારો અને બરાબરીના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે