Whatsapp New Privacy Policy: Facebook અને WhatsApp ને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, જાણો શું કહ્યું?
ફેસબુક અધિકૃત મેસેજિંગ એપ WhatsApp ની નવી પ્રાઈવસી પોલીસી(Whatsapp New Privacy Policy) સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ ફટકારી છે.
Trending Photos
નવી દિલ્હી: ફેસબુક અધિકૃત મેસેજિંગ એપ WhatsApp ની નવી પ્રાઈવસી પોલીસી(Whatsapp New Privacy Policy) સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ ફટકારી છે.
યૂઝર્સની પ્રાઈવસીનું શું?
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એ ફેસબુક અને વોટ્સએપને નવી પ્રાઈવસી પોલિસી અંગે નોટિસ ફટકારતા કહ્યું કે યૂઝરની પ્રાઈવસીને સુરક્ષિત રાખવી ખુબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં ફેસબુક અને વોટ્સએપે એ વાત સ્પષ્ટ કરવી પડશે કે યૂઝર્સનો કયા પ્રકારનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે અને કયા પ્રકારનો ડેટા શેર કરાતો નથી.
New Labour Laws: સરકાર લાગુ કરશે નવા શ્રમ કાયદા!, જો 15 મિનિટ પણ વધુ કામ કરશો તો મળશે ઓવરટાઈમના પૈસા
WhatsApp, FB ને સંભળાવી દીધુ
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કડક ટિપ્પણી કરતા WhatsApp, Facebook મેનેજમેન્ટને કહ્યું કે 'તમે ( WhatsApp, Facebook )ભલે 2-3 ટ્રિલિયન ડોલરની કંપની હોવ, પરંતુ લોકોની પ્રાઈવસી તેનાથી પણ વધુ કિંમતી છે. તેમની સુરક્ષા અમારી જવાબદારી છે.' જેના પર વોટ્સએપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે યૂરોપમાં પ્રાઈવસી પર સ્પેશિયલ કાયદો છે, જો ભારતમાં પણ તે રીતે કાયદો હશે તો અમે તેનું પાલન કરીશું. આ મામલે આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે.
સતત બીજી મેસેજિંગ એપ પર શિફ્ટ થઈ રહ્યા છે યૂઝર્સ
અત્રે જણાવવાનું કે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત 5 જાન્યુઆરીના રોજ થઈ હતી. ત્યારબાદથી જ વોટ્સએપ યૂઝર્સ નારાજ છે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત બાદથી જ મોટી સંખ્યામાં લોકો Signal અને Telegram જેવી એપ પર શિફ્ટ થઈ રહ્યા છે. WhatsApp વિરુદ્ધ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ છે. WhatsApp પર નવી પ્રાઈવસી પોલિસી અંગે ભારતીય નાગરિકોના 'રાઈટ ટુ પ્રાઈવસી' ના અધિકારના ભંગનો આરોપ લાગી રહ્યો છે. આવામાં Whatsapp New Privacy Policy 15 મે 2021 સુધી ટાળવામાં આવેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે