Sun Transit: આવનારા 13 દિવસ આ 4 રાશિના જાતકો માટે વરદાન જેવા સાબિત થશે, નસીબ આડેથી પાંદડું હટશે

Sun Transit in Leo 2022: તમામ દેવતાઓના રાજા સૂર્યદેવ હાલ પોતાની રાશિ સિંહમાં છે. તેઓ આ રાશિમાં 17 સપ્ટેમ્બર સુધી રહેશે. એવી માન્યતા છે કે સૂર્ય દેવની કૃપા જે રાશિના જાતકો પર રહે છે તેમનું ભાગ્ય પણ તેમની જેમ જ ચમકી જાય છે. આવા લોકોને કોઈ પણ જાતની કમી રહેતી નથી. ધન, સુખ સમૃદ્ધિ, એશ્વર્ય બધુ જ મળે છે. તેમની પાસે પરેશાનીઓ ફટકતી પણ નથી. આવામાં આવનારા 13 દિવસ કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાના છે. 

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આગામી 13 દિવસ ખુબ જ શુભ રહેવાના છે. વેપારીઓને નફો થશે. મન શાંત રહેશે. જે લોકોને આર્થિક સમસ્યા છે તેમને કોઈ મિત્ર પાસેથી આર્થિક મદદ મળી શકે છે. લાભના અવસર આવશે. લોકોને તમારી વાણીથી પ્રભાવિત કરી શકશો. 

સિંહ રાશિ
બિઝનેસ વધશે. લેખન અને અભ્યાસ તરફ ખેંચાણ રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપાર કરનારાઓને ભાઈ બહેન તરફથી મદદ મળશે. વાણી મધુર હોવાથી લોકો પ્રભાવિત થશે. 

વૃશ્ચિક રાશિ
સૂર્યનું સિંહ રાશિમાં હોવાથી વૃશ્ચિક રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આવકમાં વધારો થશે. માતા પિતા સાથે સમય પસાર કરી શકશે. મિત્રોનો સાથ મળશે. આ દરમિયાન શુભ સમાચાર મળવાથી મન પણ પ્રસન્ન રહેશે. જે લોકો નોકરીમાં ફેરફારનું વિચારી રહ્યા છે તેમને નોકરીમાં પરિવર્તન જોવા મળી શકે છે. 

ધનુ રાશિ
માનસિક તણાવથી મુક્તિ મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. તેનાથી પતિ પત્નીના સંબંધ મધુર રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યમાં સફળતા મળશે. વેપારીઓને ભાઈ બહેનના સહયોગથી લાભ થશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news