Smartphone: બાળકીએ જેવો લીધો સ્માર્ટફોન...બોમ્બની જેમ ફાટ્યો, દરેક માતા પિતા કારણ ખાસ જાણે
Smartphone આજકાલ તો બાળકોની પહેલી પસંદ બની ગયો છે. યુટ્યુબ અને કાર્ટુન જેવી ચીજો જોવા માટે બાળકો ફોનનો ઉપયોગ કરતા શીખી ગયા છે. પરંતુ તેનાથી અનેક અકસ્માતો પણ થાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેની વિગતો જાણીને તમે હચમચી જશો.
Trending Photos
Smartphone આજકાલ તો બાળકોની પહેલી પસંદ બની ગયો છે. યુટ્યુબ અને કાર્ટુન જેવી ચીજો જોવા માટે બાળકો ફોનનો ઉપયોગ કરતા શીખી ગયા છે. પરંતુ તેનાથી અનેક અકસ્માતો પણ થાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેની વિગતો જાણીને તમે હચમચી જશો. અહીં એક 8 વર્ષની બાળકીનો આ અકસ્માતમાં જીવ ગયો. આદિત્યશ્રી નામની આ 8 વર્ષની બાળકીએ ફોન હાથમાં લેતા હાથમાં જ તે ફોન ફાટ્યો અને આ દુર્ઘટનામાં બાળકીનું દુખદ મોત થયું. આ ઘટના 24 એપ્રિલના રોજ રાતે 10.30 વાગે ભારતના કેરળના ત્રિશુરમાં થિરુવિલ્વમલામાં થઈ. ડિવાઈસનું નામ Redmi Note 5 Pro છે. ફોરેન્સિક વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ દુર્ઘટનાના સમયે ફોન ચાર્જ પર લાગ્યો નહતો.
કેવી રીતે થયો અકસ્માત
ફોન કથિત રીતે વધુ ગરમ થઈ રહ્યો હતો. જેના કારણે એક વિસ્ફોટ થઓ જે છોકરી માટે ઘાતક સાબિત થયો. ફોરેન્સિક ટીમે પોતાના પ્રારંભિક તારણોને સ્થાનિક પોલીસ સાથે શેર કર્યા અને વિસ્તૃત તપાસ માટે ઘટનાસ્થળનો કાટમાળ પણ ભેગો કર્યો. પોલીસના જણાવ્યાં મુજબ એક વિસ્ફોટના પરિણામ સ્વરૂપ આદિત્યશ્રીના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ. જેના કારણે તેના હાથની આંગળીઓ પણ કપાઈ ગઈ અને હથેળી પણ તૂટી ગઈ.
રમતી હતી ગેમ
મૃતક બાળકીના પિતા અશોકકુમારના જણાવ્યાં મુજબ ઘટના સમયે તેમની પુત્રી અને દાદી ઘરમાં હતા. દાદીએ કથિત રીતે પોલીસને જણાવ્યું કે બાળકી ધાબળા નીચે સૂતી સૂચી મોબાઈલ ફોન પર ગેમ રમી રહી હતી. તે ખાવાનું લેવા માટે રસોઈમાં ગયા અને પાછા ફર્યા તો પૌત્રીને લોહીથી લથપથ જોતા પહેલા એક જોરદાર ધડાકો પણ સાંભળ્યો હતો. જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ધડાકો તેમના ફોન પર ઘણા સમય સુધી વીડિયો જોયા બાદ થયો હશે.
બાળકી થિરુવિલ્લમાલાના ક્રાઈસ્ટ ન્યૂ લાઈફ સ્કૂલમાં ત્રીજી કક્ષાની વિદ્યાર્થી હતી. બાળકીના પિતા અશોકપુમાર જે પોતે પંચાયતના સભ્ય છે તેમણે ઘટનાની ઊંડી તપાસની માંગણી કરી છે. એવું કહેવાય છે કે સ્થાનિક પોલીસ સક્રિય રીતે મામલાની તપાસ કરી રહી છે અને મોબાઈલની ખરાબીના કારણની ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે