બદામ ખાવાથી નહીં શ્યામ રંગીલાને પીએમ મોદીની નકલ કર્યા પછી આવી આ રીતે અક્કલ, જુઓ Video

Shyam Rangeela Viral Video: શ્યામ રંગીલાએ વીડિયોમાં જણાવ્યું કે બદામ ખાવાથી નહીં બુદ્ધિ નીલગાયને કોઈ વસ્તુ ખવડાવવાથી આવે છે. તેણે 11,000 રૂપિયાના દંડની રસીદ બતાવતા ખૂબ જ રસપ્રદ રીતે જણાવ્યું કે, તેને વન વિભાગ તરફથી 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બદામ ખાવાથી નહીં શ્યામ રંગીલાને પીએમ મોદીની નકલ કર્યા પછી આવી આ રીતે અક્કલ, જુઓ Video

Shyam Rangeela Viral Video: બુદ્ધિ બદામ ખાવાથી નથી આવતી પણ જ્યારે ફટકો પડે ત્યારે આવે છે. અને આ ફટકો જો 11,000 રૂપિયાનો હોય તો અક્કલ ઠેકાણે આવી જાય છે. આ વાત હકીકતમાં બની છે પ્રખ્યાત મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા સાથે અને આ વાત પણ તેણે જ કહી છે તેના એક વીડિયોમાં. થોડા સમય પહેલા તેણે બાંદીપુર જંગલ સફારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોની નકલ કરી હતી. આ વીડિયો બનાવતી વખતે તેણે એક ભુલ કરી અને તેના બદલે તેને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.  

આ પણ વાંચો:

શ્યામ રંગીલાને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ 11,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો. ત્યારપછી શ્યામ રંગીલાએ તેના ચાહકો સાથે એક વીડિયો શેર કરી સમગ્ર ઘટના જણાવી અને સાથે એ પણ કહ્યું છે કે બુદ્ધિ કેવી રીતે આવે છે?  

શ્યામ રંગીલાએ વીડિયોમાં જણાવ્યું કે બદામ ખાવાથી નહીં બુદ્ધિ નીલગાયને કોઈ વસ્તુ ખવડાવવાથી આવે છે. તેણે 11,000 રૂપિયાના દંડની રસીદ બતાવતા ખૂબ જ રસપ્રદ રીતે જણાવ્યું કે, તેને વન વિભાગ તરફથી 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તેણે દંડ અંગે પ્રશ્ન કર્યો તો તેને જણાવવામાં આવ્યું કે તેણે જંગલમાં નીલગાયને કોઈ વસ્તુ ખવડાવી હતી. આ કાયદાનું ઉલ્લંઘન છે. જ્યારે તેણે અધિકારીઓને જણાવ્યું કે તેણે તો પીએમ મોદીની નકલ કરી છે... તો તેમણે કહ્યું કે તેઓ તો વડાપ્રધાન છે અને વડાપ્રધાન બધું કરી શકે છે. ત્યારબાદ તેને 11,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો.

કોણ છે શ્યામ રંગીલા?

શ્યામ રંગીલા એક મિમિક્રી આર્ટીસ્ટ છે જે અલગ અલગ લોકોની નકલ કરે છે. પરંતુ તે પીએમ મોદીની મિમિક્રી સૌથી સારી રીતે કરે છે. તેના માટે શ્યામ પીએમ મોદીના કાર્યક્રમ જેવું જ વાતાવરણ ઊભું કરી વીડિયો બનાવે છે અને તેને પોતાની શૈલીમાં રજૂ કરે છે. તાજેતરમાં જ્યારે પીએમ મોદી કર્ણાટકના બાંદીપુરની મુલાકાતે હતા ત્યારે તેમણે પણ આ રીતે કર્યું હતું. ત્યારબાદ શ્યામે 13 એપ્રિલના રોજ જયપુરમાં લેપર્ડ સફારીમાં એક વીડિયો શૂટ કર્યો હતો. આ દરમિયાન તેણે નીલગાયને પોતાના હાથે વસ્તુ ખવડાવી હતી, જે વન્યજીવ અધિનિયમ 1972 અને વન અધિનિયમ 1953નું ઉલ્લંઘન છે. આ નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિ જંગલના કોઈપણ પ્રાણીને કંઈપણ ખવડાવી શકતા નથી. ખાસ કરીને રિઝર્વ ફોરેસ્ટમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news